$\sqrt{5}$ ને સંખ્યારેખા પર દર્શવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સૌપ્રથમ સંખ્યારેખા પર એક બિંદુ $O$ પસંદ કરો, જેને સંગત સંખ્યા $0$ છે. યોગ્ય એકમ પસંદ કરીને સંખ્યારેખા પર બિંદુ $A$ દર્શાવો, જે સંખ્યા $1$ નું નિરૂપણ કરે. રેખાખંડ $OA$ ને લંબ હોય તેવો $1$ એકમ લંબાઈનો રેખાખંડ $AB$ દોરો. રેખાખંડ $OB$ દોરો. હવે, પાયથાગોરસના પ્રમેય અનુસાર$OB =\sqrt{2}$ થાય. રેખાખંડ $OB$ ને લંબ હોય તેવો $1$ એકમ લંબાઈનો રેખાખંડ $BC$ દોરો. રેખાખંડ $OC$ દોરો. હવે, $OC =\sqrt{3}$ થાય. રેખાખંડ $OC$ ને લંબ હોય તેવો $1$ એકમ લંબાઈનો રેખાખંડ $CD$ દોરો. રેખાખંડ $OD$ દોરો. હવે, $O D=\sqrt{4}$ થાય. રેખાખંડ $OD$ ને લંબ હોય તેવો $1$ એકમ લંબાઈનો રેખાખંડ $DE$ દોરો.
 રેખાખંડ $OE$ દોરો. હવે, $OE =\sqrt{5}$ થાય. હવે, $O$ કેન્દ્ર અને $OE$ ત્રિજ્યા લઈ વર્તુળનો એક ચાપ દોરો, જે સંખ્યારેખાને $P$ માં છે. આમ, $\sqrt{5}$ ને સંખ્યારેખા પર બિંદુ $P$ દ્વારા દર્શાવી શકાય.

1099-s123

Similar Questions

સાદું રૂપ આપો :

$64^{-\frac{1}{3}} + 64^{\frac{1}{3}} - 64^{\frac{2}{3}}$

$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p/q$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો 

$0.1 \overline{134}$

નીચેનું વિધાન સત્ય છે કે કેમ તે ચકાસો :

જો કોઈ સંખ્યા $x$ માટે $x^2$ અસંમેય છે, પરંતુ $x^4$ સંમેય હોય તે શક્ય છે ? તમારા જવાબને ઉદાહરણ આપી પ્રમાણિત કરો.

જો $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732,$ હોય, તો  $\frac{4}{3 \cdot \sqrt{3}-2 \cdot \sqrt{2}}+\frac{3}{3 \cdot \sqrt{3}+2 \cdot \sqrt{2}}$ ની કિંમત શોધો. 

નીચેની સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો : 

$\frac{\sqrt{3}+\sqrt{2}}{\sqrt{3}-\sqrt{2}}$