(N/A) પગલું $1$: હાડપિંજર આયનીય સમીકરણ છે: $MnO_4^{-}{(aq)} + Br^{-}{(aq)} \rightarrow MnO_{2(s)} + BrO_3^{-}{(aq)}$
પગલું $2$: $Mn$ અને $Br$ માટે ઓક્સિડેશન આંક નક્કી કરો: $\mathop{Mn}\limits^{+7}O_4^{-}{(aq)} + \mathop{Br^{-}}\limits^{-1}{(aq)}$ $\rightarrow \mathop{Mn}\limits^{+4}O_{2(s)} + \mathop{Br}\limits^{+5}O_3^{-}{(aq)}$. આ સૂચવે છે કે પરમેંગેનેટ આયન ઓક્સિડન્ટ છે અને બ્રોમાઈડ આયન રિડક્ટન્ટ છે.
પગલું $3$: ઓક્સિડેશન આંકમાં વધારો અને ઘટાડો ગણો,અને વધારાને ઘટાડા જેટલો કરો: $2MnO_4^{-}{(aq)} + Br^{-}{(aq)} \rightarrow 2MnO_{2(s)} + BrO_3^{-}{(aq)}$.
પગલું $4$: પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થાય છે,અને બંને બાજુ આયનીય વીજભાર સમાન નથી,તેથી આયનીય વીજભાર સમાન કરવા માટે જમણી બાજુ $2OH^{-}$ આયનો ઉમેરો: $2MnO_4^{-}{(aq)} + Br^{-}{(aq)} \rightarrow 2MnO_{2(s)} + BrO_3^{-}{(aq)} + 2OH^{-}{(aq)}$.
પગલું $5$: અંતે,હાઈડ્રોજન પરમાણુઓની ગણતરી કરો અને સંતુલિત રેડોક્સ ફેરફાર મેળવવા માટે ડાબી બાજુ યોગ્ય સંખ્યામાં પાણીના અણુઓ (એટલે કે,એક $H_2O$ અણુ) ઉમેરો: $2MnO_4^{-}{(aq)} + Br^{-}{(aq)} + H_2O_{(l)} \rightarrow 2MnO_{2(s)} + BrO_3^{-}{(aq)} + 2OH^{-}{(aq)}$.