સંખ્યાને આધારે પુંકેસરના પ્રકારો જણાવી ઉદાહરણ આપો.
$\Rightarrow$ દલચક્રની અંદર ગોઠવાયેલું આ ચક્ર પુંકેસરનું (Stamen) બનેલું છે. તે નર પ્રજનન અંગ તરીકે રજૂ થાય છે.
$\Rightarrow$ પ્રત્યેક પુંકેસરતંતુ પરાગાશય (Anther) અને યોજીનું બનેલું છે,
$\Rightarrow$ પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે.
$\Rightarrow$ દરેક પુંકેસરતંતુ સામાન્યતઃ દ્વિખંડી છે અને દરેક ખંડ બે કોટર કે પરાગ કોથળી (Pollen sac) ધરાવે છે. પરાગરજ પરાગ કોથળીમાં ઉદ્ભવે છે.
$\Rightarrow$ વંધ્ય હોય તેવાં પુંકેસરને વંધ્યપુંકેસર (Staminode) કહે છે.
$\Rightarrow$ તંતુ અને પરાગાશયનું જોડાણ યોજી (Connective) વડે થાય છે. પુષ્પના પુંકેસરો દલપત્રો જેવા બીજા સભ્યો કે એકબીજાથી જોડાયેલા હોઈ શકે છે.
$\Rightarrow$ દલલગ્ન પુંકેસર (Epipetalous) : જ્યારે પુંકેસર દલપત્રો સાથે જોડાયેલ હોય ત્યારે તેને દલલગ્ન (Epipetalous) કહે છે. ઉદા., રીંગણ
$\Rightarrow$ પરિલગ્ન પુંકેસર (Epiphyllous) : જ્યારે પુંકેસર પરિપુષ્પપત્ર સાથે જોડાયેલ હોય તો તેમને પરિલગ્ન (Epiphyllous) કહે છે. ઉદા., લીલી
$\Rightarrow$ મુક્ત પુંકેસર : જો બધા પુંકેસર એકમેકથી મુક્ત હોય તો તેને મુક્ત પુંકેસર કહે છે.
$\Rightarrow$ એકગુચ્છી પુંકેસર : જો બધા પુંકેસરનાં (બે કે વધુ) તંતુઓથી જોડાયેલા હોય તો તેને એકગુચ્છી (Monoadelphous) કહેવાય છે. ઉદા., જાસૂદ
$\Rightarrow$ દ્વિગુચ્છી અને બહુગુચ્છી પુંકેસર : ક્યારેક પુંકેસર બે કે બે કરતાં વધુ ગુચ્છામાં પણ રચાય છે. તેમને અનુક્રમે દ્વિગુચ્છી (Diadelphous) અને બહુગુચ્છી (Polydelphous) કહે છે. ઉદા., દ્વિગુચ્છી-વટાણા અને બહુગુચ્છી લીંબુ
$\Rightarrow$ પુષ્પમાં પુંકેસર તંતુની લંબાઈમાં પણ વિવિધતા હોય છે. ઉદા., રાઈ
જાસૂદ, રાઈ, રીંગણ, બટાટા, જામફળ, કાકડી, ડુંગળી અને તુલીપમાંથી કેટલી વનસ્પતિમાં ઉચ્ચસ્થ બીજાશય હોય છે?
યુકત સ્ત્રીકેસર કઈ વનસ્પતિમાં જોવા મળે ?
"નૌતલ" શબ્દ ખાસ પ્રકારનાં ..........માટે ઉપયોગ થાય છે.
મુકત કેન્દ્રસ્થ અને અક્ષવર્તી જરાયુવિન્યાસ વચ્ચેનો તફાવત શું છે ? તે સમજવો ?
કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?