પરાગરજની જીવિતતા વિશે જણાવો.
પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવાય તે પહેલાં તેમનું પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે. પરાગરજની જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે છે અને તે કંઈક અંશે પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર આધારિત છે. કેટલાક ધાન્યો જેવા કે ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછીની $30$ મિનિટમાં જીવિતતા ગુમાવે છે અને રોઝેસી, લેગ્યુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા મહિનાઓ સુધી હોય છે.
મોટી સંખ્યાની જાતિઓની પરાગરજને પ્રવાહી નાઇટ્રોજન $\left(-196^{\circ} \mathrm{C}\right)$માં સંગ્રહિત કરી શકાય છે. આ સંચિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ (pollen bank) તરીકે થાય છે. જે પાક સંવર્ધિત કાર્યક્રમો માટે ઉપયોગી બીજનિધિ જેવું જ છે.
બીજાણુજનક પેશી શેમા જોવા મળે છે?
કયું સ્તર રક્ષણ અને સ્ફોટનમાં મદદ કરે છે?
નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્ત્વ કરે છે.
બીજાણુજનક પેશીના કોષમાં અર્ધીકરણ થતા લઘુબીજાણુ ચતુષ્ક બને છે. બીજાણુજનક કોષની પ્લોઇડી (રંગસૂત્રની સંખ્યા) શું હશે ?
દરેક બીજાણુંજનક પેશી એ સક્રિય પરાગ કે સૂક્ષ્મબીજાણુ માતૃકોષ છે. બીજાણુકોષમાં જોવા મળતું વિભાજન એ ..... છે.