(N/A) આ રંગ ઋણઆયનીય સ્થાનોમાં ઇલેક્ટ્રોનની હાજરીને કારણે વિકસે છે,જેને $F$-કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન દ્રશ્ય પ્રકાશમાંથી ઊર્જાનું શોષણ કરે છે અને ઉત્તેજિત થાય છે.
ઉદાહરણ તરીકે,જ્યારે $NaCl$ ના સ્ફટિકોને સોડિયમની બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે સોડિયમ પરમાણુઓ સ્ફટિકની સપાટી પર જમા થાય છે અને સ્ફટિકમાંથી ક્લોરાઇડ આયનો $(Cl^-)$ સપાટી પર પ્રસરણ પામે છે અને જમા થયેલા $Na$ પરમાણુઓ સાથે $NaCl$ બનાવે છે. આ પ્રક્રિયા દરમિયાન,સપાટી પરના $Na$ પરમાણુઓ $Na^+$ આયનો બનાવવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને મુક્ત થયેલા ઇલેક્ટ્રોન સ્ફટિકમાં પ્રસરણ પામીને ખાલી ઋણઆયનીય સ્થાનો પર ગોઠવાય છે. આ ઇલેક્ટ્રોન દ્રશ્ય પ્રકાશમાંથી ઊર્જાનું શોષણ કરીને ઉત્તેજિત થાય છે અને સ્ફટિકને પીળો રંગ આપે છે.