સાદા લોલકના પ્રયોગમાં લોલકનો આવર્તકાળ $T=2 \pi \sqrt{\frac{l}{g}}$ પરથી માપવામાં આવે છે. જો આવર્તકાળ અને લંબાઈના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \% $ અને $ 2 \% $ હોય, તો $g$ ના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટિ  ......... $\%$ હોય.

  • A

    $8$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $6$

Similar Questions

સાદા લોલકનો આવર્તકાળ $ T = 2\pi \sqrt {\frac{l}{g}} $ હોય, જયાં $l=100\, cm$ અને તેમાં ખામી $1\,mm$ છે.આવર્તકાળ $2 \,sec$ છે.$100$ દોલનો માટેનો સમય $0.1 \,s$ લઘુતમ માપશકિત ધરાવતી ઘડિયાળ વડે માપવામાં આવે છે.તો ગુરુત્વપ્રવેગ $g$ માં પ્રતિશત ખામી ...... $\%$ થશે.

નળાકારની લંબાઈ વર્નિયર કેલિપર્સથી માપવામાં આવી છે તેના અવલોકનો નીચે મુજબ છે. તો ચોથા અને આઠમા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ અનુક્રમે...મળે.

$3.29 \,cm, 3.28\, cm, 3.29 \,cm, 3.31 \,cm,$ $ 3.28\, cm, 3.27 \,cm, 3.29 \,cm, 3.30\, cm$

એક વિદ્યાર્થી તારનો યંગ મોડ્યુલસ શોધવા $Y=\frac{M g L^{3}}{4 b d^{3} \delta}$ સૂત્રનો ઉપયોગ કરે છે. $g$ નું મૂલ્ય કોઈ પણ સાર્થક ત્રુટિ વગર $9.8 \,{m} / {s}^{2}$ છે. તેને લીધેલા અવલોકનો નીચે મુજબ છે. 

ભૌતિક રાશિ માપન માટે લીધેલા સાધનની લઘુતમ માપશક્તિ અવલોકનનું મૂલ્ય
દળ $({M})$ $1\; {g}$ $2\; {kg}$
સળિયાની લંબાઈ $(L)$ $1 \;{mm}$ $1 \;{m}$
સળિયાની પહોળાય $(b)$ $0.1\; {mm}$ $4 \;{cm}$
સળિયાની જાડાઈ $(d)$ $0.01\; {mm}$ $0.4\; {cm}$
વંકન $(\delta)$ $0.01\; {mm}$ $5 \;{mm}$

તો $Y$ ના માપનમાં આંશિક ત્રુટિ કેટલી હશે?

  • [JEE MAIN 2021]

ડાયોડનું પ્રવાહ સ્થિતિમાન સમીકરણ $I=(e^{1000V/T} -1)\;mA$ છે.જયાં વાયુ પાડેલ વિદ્યુતસ્થિતિમાન $V$ વોલ્ટમાં અને તાપમાન $T$ $K$ માં છે.જો વિદ્યાર્થી $300$ $K$ તાપમાને $5$ $mA$ વિદ્યુતપ્રવાહની માપણી દરમિયાન $ \mp $ $0.01$$V$ ની ત્રુટિ કરે,તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ $mA$ માં કેટલી હશે?

સાંકડીપટ્ટીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે $(10.0 \pm 0.1)\,cm$, $(1.00 \pm 0.01)$ અને $(0.100 \pm 0.001)$ છે. કદમાં સૌથી વધુ સંભવિત ત્રુટિ કેટલી હશે ?