એક વિસ્તારમાં રહેલા સ્થિર અને સમાન વિદ્યુતક્ષેત્ર અને સમાન ચુંબકીયક્ષેત્ર એકબીજાને સમાંતર છે. એક વિદ્યુતભારીત કણ સ્થિર સ્થિતિમાંથી આ વિસ્તારમાં મૂકવામાં આવે, તો તેનો ગતિપથ કેવો હશે?

  • [AIEEE 2006]
  • A

    વર્તુળાકાર

  • B

    સર્પિલાકાર

  • C

    સીધી રેખા

  • D

    ઉપવલય

Similar Questions

એક ઇલેકટ્રોન,એક પ્રોટ્રોન અને એક આલ્ફા કણની ગતિઊર્જા સમાન છે.તેઓ સમાન ચુંબકીયક્ષેત્ર $B$ માં અનુક્રમે $r_e,r_p$ અને ${r_\alpha }$ ત્રિજયા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. $r_e,r_p$ અને $\;{r_\alpha }$વચ્ચેનો સંબંધ

  • [JEE MAIN 2018]

એક ઓરડામાં, $6.5 \;G \left(1 \;G =10^{-4} \;T \right)$ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રૉન $4.8 \times 10^{6} \;m s ^{-1}$ ઝડપે છોડવામાં આવે છે. ઈલેક્ટ્રૉનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો.

$\left(e=1.5 \times 10^{-19} \;C , m_{e}=9.1 \times 10^{-31}\; kg \right)$

$m$ દળના $q$ વિદ્યુતભાર ધરાવતા કણને વિદ્યુતસ્થિતિમાન $V$ વડે પ્રવેગિત કરવામાં આવે છે.તે એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B$માં લંબરૂપે દાખલ થાય છે અને $R$ ત્રિજ્યાની વર્તુળાકાર ચાપ બનાવે છે,તો $\frac{q}{m}$ બરાબર કેટલું ?

હેલ્મહોલ્ટઝ ગૂંચળાઓની મદદથી નાનાવિસ્તારમાં $0.75 \;T$ મૂલ્યનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવ્યું છે.આ જ વિસ્તારમાં, ગૂંચળાઓની સામાન્ય અક્ષને લંબ રૂપે નિયમિત સ્થિરવિદ્યુતક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. $15\; kV$ વડે પ્રવેગિત થયેલ (એક જ પ્રકારના) વિદ્યુતભારિત કણોની એક સાંકડી કિરણાવલી આ વિસ્તારમાં બંને ગૂંચળાઓની અક્ષ તથા સ્થિર વિદ્યુતક્ષેત્ર બંનેને લંબરૂપે દાખલ થાય છે. જો $9.0 \times 10^{-5} \;V m ^{-1}$ જેટલા સ્થિર વિદ્યુતક્ષેત્રમાં આ કિરણાવલી આવર્તન ન અનુભવે તો વિચારો કે આ કિરણાવલી શાની બનેલી હશે? શા માટે જવાબ અજોડ નથી?

કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=(\hat{i}+3 \hat{j}+4 \hat{k}) \;\mu T$ અને વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }=10 \hat{ i } \;\mu V / m$ છે.તેમાં પ્રોટોન $\overrightarrow{ V }=2 \hat{ i }$ થી દાખલ થાય તો તેનો પરિણમી કુલ પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો થશે?

  • [AIIMS 2019]