વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન $V$ સાથે $n$ કેપેસિટરને સમાંતર જોડેલ છે.આ તંત્રમાં કેટલી ઊર્જાનો સંગ્રહ થાય?
$CV$
$\frac{1}{2}nC{V^2}$
$C{V^2}$
$\frac{1}{{2n}}C{V^2}$
કેપેસિટરને બેટરી સાથે જોડતા તે $U$ જેટલી ઊર્જાનો સંગ્રહ કરે છે. હવે, બેટરી દૂર કરીને સમાન ક્ષમતા ધરાવતા કેપેસિટર સાથે પહેલા કેપેસીટરને સમાંતરમાં જોડવામાં આવે છે. દરેક કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જા કેટલી હશે?
$25 \mu \mathrm{F}, 30 \mu \mathrm{F}$ અને $45 \mu \mathrm{F}$ સંધારકતા ધરાવતા ત્રણ સંધારકો ને $100 \mathrm{~V}$ ના ઉદગમ સાથે સમાંતરમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજનમાં સંગ્રહ પામતી ઊર્જા $\mathrm{E}$ છે. જ્યારે સંધારકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે સંગ્રહ પામતી ઉર્જા $\frac{9}{x} \mathrm{E}$છે. $x$ નું મૂલ્ય. . . . . . . . થશે.
$14\, pF$ કેપેસિટરને $V =12\, V$ની બેટરી સાથે લગાવેલ છે.બેટરી દૂર કરીને ડાઇઇલેક્ટ્રીક $k =7$થી કેપેસિટરને ભરતા તેની ઊર્જામાં થતો ફેરફાર $..........pJ$ થાય.
બે એકસરખી રચના અને ક્ષમતાવાળા કેપેસીટરોને $V$ જેટલા સ્થિતિમાન તફાવતે સમાંતરે રાખેલ છે. જ્યારે તે બંને પુરેપુરા ચાર્જ થઈ જાય ત્યારે એકની ધન પ્લેટને બીજાની ઋણ પ્લેટ સાથે અને બીજાની દળ પ્લેટ સાથે ઋણ પ્લેટને જોડી દેવામાં આવે તો આમાં થતો ઉર્જાનો વ્યય શોધો.
બેટરીની મદદથી સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની સ્થિતિમાન તફાવત બેટરીના વિદ્યુત ચાલક બળને સમાન બને ત્યાં સુધી ચાર્જ કરવામાં આવે છે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને બેટરી દ્વારા થતું કાર્ય નો ગુણોત્તર કેટલો હશે ?