કેપેસિટરને બેટરી સાથે જોડતા તે $U$ જેટલી ઊર્જાનો સંગ્રહ કરે છે. હવે, બેટરી દૂર કરીને સમાન ક્ષમતા ધરાવતા કેપેસિટર સાથે પહેલા કેપેસીટરને સમાંતરમાં જોડવામાં આવે છે. દરેક કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જા કેટલી હશે?
$4U$
$\frac{U}{4}$
$2U$
$\frac{U}{2}$
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેના અવકાશમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે અને પ્લેટોનું ક્ષેત્રફળ $A$ હોય, તો કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે?
એક સમાંતર પ્લેટ કેપેસીટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ $90 \,cm ^{2}$ અને બે પ્લેટ વચ્ચેનું અંતર $2.5\,mm$ છે. કેપેસીટરને $400\,V$ ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.
$(a)$ કેપેસીટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહિત થયેલ છે?
$(b)$ આ ઊર્જાને બે પ્લેટવચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા મેળવો. આ પરથી uઅને વિદ્યુતક્ષેત્રના માનદ વચ્ચેનો સંબંધ મેળવો.
$5.0\, \mu F$ કેપેસિટરને $800\, V$ સુધી ચાર્જ કરીને વાહક સાથે જોડતા ડિસ્ચાર્જ દરમિયાન વાહકને આપેલ ઊર્જા .....
આપેલ ગ્રાફમાં $OAB$ ત્રિકોણનું ક્ષેત્રફળ શું દર્શાવે છે?
બેટરીની મદદથી સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની સ્થિતિમાન તફાવત બેટરીના વિદ્યુત ચાલક બળને સમાન બને ત્યાં સુધી ચાર્જ કરવામાં આવે છે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને બેટરી દ્વારા થતું કાર્ય નો ગુણોત્તર કેટલો હશે ?