તમે એ નિષ્કર્ષ કઈ રીતે તારવશો કે કોઈ બૅટરી સાથે સમાંતરમાં જોડેલ ત્રણ અવરોધોમાં પ્રત્યેકના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત (વૉલ્ટેજ) સમાન હોય છે ?
વિદ્યુત-પરિપથની રેખાકૃતિની મદદથી પ્રયોગનું વર્ણન કરો. વિગતવાર દર્શાવો કે શ્રેણી-જોડાણમાં પરિપથના દરેક ઘટકના બંને છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હોય છે.
$1\, \mu\, A =\ldots \ldots \ldots \,m\, A$
ઇલેક્ટ્રોપ્લેટિંગની રીત વડે લોખંડ ની ચમચી પર તાંબા નો ઢોળ ચડાવવા લોખંડના સળિયાને ક્યાં જોડવો પડે?
એક વિદ્યુતકીટલી $220\, V$ સાથે જોડતાં $1 \,kW$ જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ($A$ માં) કેટલું રાખવું જોઈએ ?
$1\, \mu \,A =\ldots \ldots \ldots \,A$
એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં $10\, V$ ની બૅટરી સાથે એક વિદ્યુતદીવો (ઇલેક્ટ્રિક લેમ્પ) અને $5\,\Omega $ ના એક સુવાહક તારને જોડતાં $1 \,A$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. વિદ્યુતદીવાના અવરોધનું મૂલ્ય શોધો.
હવે જો આ શ્રેણી-જોડાણને સમાંતર $10\,\Omega $ નો એક અવરોધ જોડવામાં આવે, તો $5\,\Omega $ ના સુવાહક તારમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ તથા વિદ્યુતદીવાના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનમાં શું પરિવર્તન (જો હોય તો) થશે ? કારણ આપો.