વિધુતદર્શક કેવી રીતે કાર્ય કરે છે ?
એક કાગળની પટ્ટી લો અને તેને મધ્યમાંથી વાળો અને વાળેલા સ્થાને નિશાની કરો.
હવે પટ્ટીને ખોલીને ઇસ્ત્રી કરો. જે આકૃતિ $(a)$માં બતાવેલ છે.
આકૃતિ $(b)$માં દર્શાવ્યા મુજબ નિશાની ઉપર રહે તેમ પટ્ટીને પકડો કે જેથી વળાંક ચપટીમાં રહે.
આ રીતે પકડતા તમે જોઈ શકશો કે બંને ભાગ એકબીજાથી દૂર જાય છે. જે દર્શાવે કે ઇસ્ત્રી કરવાથી પટ્ટી પર વિદ્યુતભાર પ્રાપ્ત થયો છે.
જ્યારે પટ્ટીને અડધેથી વાળો છો ત્યારે બંને અડધા ભાગ પર સમાન અને સજાતીય વિદ્યુતભાર આવતાં તેમના વચ્ચે અપાકર્ષણ લાગવાના કારણે એકબીજાથી દૂર જાય છે.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્થિત વિદ્યુત પ્રેરણના સિધ્ધાંતનો સમાવેશ કરે છે ?
તમે પ્રયોગિક કેવી રીતે દર્શાવી શકો કે, $(i)$ વિધુતભારો બે પ્રકારના છે અને $(ii)$ સજાતીય વિધુતભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિધુતભારો વચ્ચે આકર્ષણ થાય છે તે સમજાવો ?
બે સમાન અને $-q$ ઋણ વિદ્યુતભારીત વિદ્યુતભારોને $Y$ અક્ષ પર $(0, a)$ અને $(0, -a)$ બિંદુ આગળ મૂકેલા છે એક ધન વિદ્યુતભાર $q$ સ્થિર સ્થિતિએ છે જે $(2a, 0)$ બિંદુથી ડાબી બાજુએ ગતિ કરે છે. આ વિદ્યુતભાર કયો હશે ?
પ્રેરણની રીતથી બે ધાતુના ગોળાઓને વિરુદ્ધ વિધુતભારિત કઈ રીતે કરી શકાશે તે વર્ણવો.
પદાર્થને વિધુતભારિત કરવાની રીત જણાવો.