કોઈ બે મૂળનાં ઉદાહરણ આપો જે આવૃત બીજધારી વનસ્પતિનાં મૂલાગ્ર સિવાયના અન્ય ભાગમાંથી ઉત્પન્ન થાય છે.
$(i)$ વડના વૃક્ષ (Banyan)માં સ્તંભમૂળ (Prop root) પ્રકાંડની નીચે તરફની ગાંઠો તરફથી ઉત્પન્ન થાય છે. તે નીચે તરફ વિકસે છે અને જમીનને સ્પર્શે છે. સ્તંભમૂળ આધારનું કાર્ય કરે છે.
$(ii)$ શેરડી (Sugarcane)માં અવલંબન મૂળ (Stilt roots) તેના પ્રકાંડની નીચેની તરફની ગાંઠોમાંથી ઉત્પન્ન થાય છે અને જમીનમાં દાખલ થઈ વનસ્પતિને મજબૂતાઈ પૂરી પાડે છે. તે પવન સામે વનસ્પતિને રક્ષણ આપે છે.
તેમાં મૂળનું આધારનાં કાર્ય માટે રૂપાંતરણ થાય છે.
_______ ના સોટી મૂળ ખોરાક સંગ્રહિત કરવા માટે પરિવર્તિત થયેલા છે.
તફાવત આપો : સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર
નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :
તંતુમય મૂળ અને અસ્થાનિક મૂળ
એક મૂળ લંબાઈમાં વધે છે, મૂળનો કયો પ્રદેશ આ વૃદ્ધિ માટે તક જવાબદાર છે ?