અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યા લખો. તે કઈ કઈ બાબતો પર છે. તે જણાવો .
$\phi_{2}= M _{21} I _{1}$ સમીકરણમાં જો $I _{1}=1$ એકમ લેવામાં આવે, તો $\phi_{2}= M _{21}$ પરથી વ્યાખ્યા આ મુજબ અપાય.
વ્યાખ્યા : "બે ગૂંચળાઓના તંત્રમાંના એક ગૂંચળામાં વહેતા એકમ વિદ્યુતપ્રવાહ દીઠ બીજ ગૂંચળા સાથે સંકળાયેલા ફલક્સને તે બે ગુંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરક્ત્વ કહે છે."
$\varepsilon_{2}=- M _{21} \frac{d I _{1}}{d t}$ માં જો $\frac{d I _{1}}{d t}=1$ એકમ લઈએ તો $\varepsilon_{2}=- M _{21}$ થાય તેના પરથી વ્યાખ્યા આપતાં.
વ્યાખ્યા : "બે ગુંચળાઓના તંત્રમાંના એક ગૂંચળામાં વિદ્યુત્રવાહના ફેરફારનો દર એક્મ હોય, તો તે સ્થિતિમાં બીજા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત $emf$ ને બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય છે."
અન્યોન્ય મ્રેરકત્વનો એકમ $Wb/A$ અથવા $Vs/A$ અથવા હેન્રી અથવા $\Omega s$ છે.
અન્યોન્ય પ્રેરકત્વ નીચેની બાબતો પર આધારિત છે.
$(1)$ ગૂંચળાઓના આકાર
$(2)$ તેમના પરિમાણ
$(3)$ તેમના આંટાઓની સંખ્યા
$(4)$ ગૂંચળાંઓ વચ્ચેના માધ્યમના ચુંબકીય ગુણાધર્મ
$(5)$ તેમના સાપેક્ષનમન
$(6)$ તેમની સાપેક્ષ ગોઠવણ. (તેમની વચ્ચેના અંતર)
$\ell$ લંબાઈની બાજુ ધરાવતી એક નાની ચોરસ લુપને, $L$ લંબાઈની બાજુ ધરાવતી એક મોટી ચોરસ લુપની અંદર મૂકેલી છે. $\left(\mathrm{L}=\ell^2\right)$ આ બંને લુપના કેન્દ્રો સંપાત થાય છે તથા બંને લુપ એક જ સમતલમાં છે. આપેલ તંત્રનું અન્યો અન્ય પ્રેરક્ત્વ $\sqrt{\mathrm{x}} \times 10^{-7} \mathrm{H}$ હોય તો $\mathrm{X}=\ldots . . .$.
અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર એકબીજાની નજીક રાખેલાં ગૂંચળા માટે મેળવો. આ વાક્ય સમજાવો
જ્યારે $R$ ત્રિજ્યાની નાની વર્તુળાકાર લૂપને $L$ પરિમાણના મોટા ચોરસ લૂપમાં મૂકવામાં આવે $(L \gg R)$ તો આ પ્રકારની ગોઠવણી માટે અન્યોન્ય પ્રેરણનું મૂલ્ય શોધો.
ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચે અનોન્યપ્રેરકત્વ $0.2\, H$ છે,પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $5 \,A /Sec$ નો ફેરફાર કરતાં ગૌણ ગૂંચળામાં કેટલો $emf$ .........$V$ ઉત્પન્ન થાય?
$0.3$ $cm$ ત્રિજયા ઘરાવતી એક રીંગ તેનાથી ઘણી જ મોટી $20$ $cm$ ત્રિજયા ઘરાવતી રીંગની સમાતર રહેલ છે.નાની રીંગનું કેન્દ્ર મોટી રીંગના અક્ષ પર રહેલ છે.તે બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર $15$ $cm$ છે.જો નાની રીંગમાંથી $2.0$ $A$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો મોટી રીંગ સાથે સંકળાયેલ ફ્લકસ ______ હશે.