વિધુતક્ષેત્રનો ભૌતિક અર્થ આપો.
વિદ્યુતભારોના તંત્રની આસપાસ અવકાશમાંના બિદું વિદ્યુતક્ષેત્ર, તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર (તંત્રને ખલેલ પહોંચાડ્યા સિવાય) લાગતું બળ આપે છે.
વિદ્યુતક્ષેત્ર એ વિદ્યુતભારોના તંત્રની લાક્ષણિક્તા છે અને વિદ્યુતક્ષેત્ર નક્ની કરવા માટે મૂકેલા પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે.
અવકાશમાંના દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્ર વ્યાખ્યાયિત થાય છે અને એક બીજા બિંદુએ બદલાય છે. વિદ્યુતક્ષેત્ર એ સદિશ છે કારણ કे તે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ છે અને બળ સદિશ રાશિ છે.
પ્રવેગી ગતિ કરતાં વિદ્યુતભારો તરૂંગો ઉત્પન્ન કરે છે કે પ્રકાશની ઝડપ ' $c$ ' થી પ્રસરે છે. આમ, વિદ્યુત અને ચુંબકીયક્ષેત્રોને વિદ્યુતભારો પરની તેમની અસરો (બળો) દ્વારા પારખવામાં આવે છે.
આકૃતીમાં દર્શાવ્યા મુજબ મોટી વિદ્યુતભારીત પ્લેટ $P$ સાથે બાંધેલી દોરી $S$ બે બોલ $B$ ને ખૂણો બને તે રીતે લટકાવેલ છે તો પ્લેટની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કોના સમપ્રમાણમાં છે?
વિધુતક્ષેત્રની વિશેષતાઓ જણાવો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયા ${AB}$ ને $120^{\circ}$ ના ખૂણે વાળીને $R$ ત્રિજયાની છાપ બનાવવામાં આવે છે. $(-Q)$ વિદ્યુતભારને સળિયા $AB$ પર સમાન રીતે વિતરિત કરેલ છે. તેના કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{{E}}$ કેટલું હશે?
$R$ ત્રિજ્યા ધરાવતી પાતળી તકતીની વિજભાર ઘનતા $\sigma $ છે. તકતીના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર $\frac{\sigma }{{2\,{ \in _0}}}$ છે.કેન્દ્ર આગળ રહેલ ક્ષેત્રની સાપેક્ષમાં કેન્દ્રથી $R$ અંતરે રહેલ અક્ષ પર વિદ્યુતક્ષેત્ર ....
નીચેની આકૃતિઓ નિયમિત ષષ્ટકોણ બતાવે છે. જેના શિરોલબિંદુઓ આગળ વિદ્યુતભાર મૂકેલો છે. નીચે આપેલ પૈકી કયા કિસ્સામાં કોનું કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.