પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખાઓ અને ચુંબકીય ધ્રુવોના સ્થાનની માહિતી આપો.
પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખાઓ પૃથ્વીના કેન્દ્રમાં રહેલા (કાલ્પનિક) ચુંબકીય દ્રીધ્રુવી (ડાઈપોલ)ની રેખાઓ જેવી છે.
આ ડાઈપોલની અક્ષ, પૃથ્વીની ભ્રમણ અક્ષ સાથે એક રેખસ્થ નથી, પરંતુ ભ્રમણ અક્ષ સાથે $11.3^{\circ}$ જેટલી ઢળતી છે. આ દ્રીધ્રુવીના કારણે ચુંબકીય ક્ષેત્રરેખાઓ પૃથ્વીમાં જે સ્થાનેથી બહાર નીકળે છે અથવા સમાય છે ત્યાં ચુંબકીય ધ્રુવો આવેલાં છે.
પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન $79.4^{\circ} N$ અક્ષાંશ અને $71.8^{\circ} W$ રેખાંશ પર ઉત્તર કૅનેડામાં ક્યાંક આવેલું છે. ચુંબકીય દક્ષિણ ધ્રુવ એન્ટાર્ટિકામાં $79.74^{\circ} S , 180.22^{\circ} E$ સ્થાને આવેલ છે.
ચુંબકને મેગ્નેટિક મેરીડીયન સાથે $30^o$ નો ખૂણો બનાવતા સમતલમાં લટકાવતા તે સમક્ષિતિજ સાથે $45^o$ નો ખૂણો બનાવે છે,તો ત્યાં સાચો ડીપ એન્ગલ કેટલો થાય?
પૃથ્વીના ચુંબકીયક્ષેત્ર અને પૃથ્વીની ભૌગોલિક અક્ષ વચ્ચેનો ખૂણો કેટલા ......$^o$ છે?
ભૌગોલિક ઘુવતલ ( મેરિડિયન ) અને ચુંબકીય ઘુવતલ ( મેરિડિયન ) સમજાવો.
જે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય હોય,ત્યાં ડીપ એન્ગલ કેટલા .....$^o$ હોય?
બે સ્થળોએ ડીપ એન્ગલ $30^o$ અને $45^o$ છે.તો પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટકનો ગુણોત્તર કેટલો થાય?