(N/A) નર જાતીય સહાયક નલિકાઓમાં વૃષણજાળી (rete testis),શુક્રવાહિકા (vasa efferentia),અધિવૃષણનલિકા (epididymis) અને શુક્રવાહિની (vas deferens) નો સમાવેશ થાય છે.
શુક્રપિંડની શુક્રઉત્પાદક નલિકાઓ વૃષણજાળી દ્વારા શુક્રવાહિકામાં ખુલે છે.
શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર નીકળીને અધિવૃષણનલિકામાં ખુલે છે,જે દરેક શુક્રપિંડની પશ્ચ સપાટી પર આવેલી હોય છે.
અધિવૃષણનલિકા શુક્રવાહિનીમાં પરિણમે છે જે ઉદરમાં ઉપરની તરફ જાય છે અને મૂત્રાશય પર લૂપ બનાવે છે.
તે શુક્રાશયમાંથી નલિકા મેળવે છે અને સ્ખલન નલિકા (ejaculatory duct) તરીકે મૂત્રમાર્ગમાં ખુલે છે.
આ નલિકાઓ શુક્રકોષોનો સંગ્રહ કરે છે અને તેનું શુક્રપિંડમાંથી મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર વહન કરે છે.
મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદભવે છે અને શિશ્ન દ્વારા તેના બાહ્ય છિદ્ર સુધી વિસ્તરે છે,જેને મૂત્રમાર્ગ મુખ (urethral meatus) કહેવામાં આવે છે.