પૃથ્વીના ચુંબકત્વ વિષે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પૃથ્વીની સપાટી પર જુદા-જુદા સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રોની પ્રબળતા જુદી-જુદી હોય છે.

આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $10^{-5} T$ ના ક્રમનું છે.

એવું માનવામાં આવતું હતું કे પૃથ્વીના પેટાળમાં ઊંડે તેની બમણા અક્ષ પર રહેલાં ખૂબ મોટા ગજિયા ચુંબકના કારણે આ યુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું છે, પરંતુ આ બાબત સત્ય નથી.

અત્યારે એવું માનવામાં આવે છે, કे પૃથ્વીના કેન્દ્રિય ભાગ (ગર્ભ, $Core$)ની બહારના વિસ્તારમાં રહેલા પિગળેલ પ્રવાહી (મોટા ભાગે પિગળેલ લોખંડ અને નિક્લ)ની સંવહન ગતિના કારણે વિદ્યુતપ્રવાહો ઉદ્મવવે છે. જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્રૂવે છે. આ અસરને ડાઇનેમો અસર કહે છે.

પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખાઓ ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્રરેખાઓ જેવી છે.

પૃથ્વીના કેન્દ્રમાં રહેલા કાલ્પનિક ગજિયા ચુંબકની અક્ષ અને પૃથ્વીની ભ્રમણ અક્ષ એકજ નથી. હાલ બંને અક્ષ વચ્ચેનો ખૂણો $11.3^{\circ}$ છે.

આ દ્રીધ્રુવી (ગજિયા યુંબક)ના કારણે ચુંબકીય ક્ષેત્રરેખાઓ પૃથ્વીમાંથી જ્યાંથી બહાર નીકળે છે અથવા સમાય છે, ત્યાં ચુંબકીય ધ્રુવો આવેલાં છે.

ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન $79.74^{\circ} N$ અક્ષાંશ અને $71.8^{\circ} W$ રેખાંશ પર ઉત્તર કેનેડામાં ક્યાંક આવેલું છે. ચુંબકીય દક્ષિણ ધ્રુવ એન્ટાર્ટિકામાં $79.14^{\circ} S , 180.22^{\circ} E$ સ્થાને આવેલ છે.

પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે આવેલાં ધ્રુવને ઉત્તર ચુંબકીય ધ્રુવ કહે છે. તે જ રીતે, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે આવેલાં ધ્રુવને દક્ષિણ ચુંબકીય ધ્રુવ કહે છે.

ધ્રુવોના નામકરણમાં થોડીક દુવિધા એ છે, કે આકૃતિમાં દર્શાવેલ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખાઓ અને ગાજિયા ચુંબકની ક્ષેત્રરેખાઓ નીયે પ્રમાણે વિપરીત છે.

$(1)$ ઉતર ચુંબકીય ધ્રુવ $N _{ m }$ માં ક્ષેત્રરેખાઓ અંદર પ્રવેશે છે.

$(2)$ દક્ષિણ ચુંબકીય ધ્રુવ $N _{ s }$ માંથી ક્ષેત્રરેખાઓ બહાર આવે છે.

આ પ્રણાલી પડવાનું કારણ એ છે,કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ રહેતો હતો.

આમ,ચુંબકનો ઉતર ધ્રુવ પણ ઉતરદિશા તરફ રહેતો (ઉતર દિશા દર્શાવતો)હોવાથી તેનું નામ ઉતર ધ્રુવ પડ્યું છે.આમ, હકીક્તમાં પૃથ્વીની અંદર ઉત્તર ચુંબકીય ધ્રુવ જાણે કે પૃથ્વી ચુંબકના દક્ષિણ ધ્રુવની જેમ વર્તે છે અને પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ જાણે કે પૃથ્વી યુંબકના ઉત્તર ધ્રુવની માફક વર્તે છે.

901-s73g

Similar Questions

જો એક સ્થાને ડેક્લિનેશન $15^{\circ} E$ જણાય અને હોકાયંત્રની સોય નીચે દર્શાવ્યા મુજબ હોય ત્યારે ભૌગોલિક ઉત્તર એ નીચેની સંખ્યાઓ વડે દર્શાવાય છે.

પૃથ્વીના ચુંબકીયક્ષેત્ર અને પૃથ્વીની ભૌગોલિક અક્ષ વચ્ચેનો ખૂણો કેટલા ......$^o$ છે?

આફ્રિકામાં કોઈ સ્થળે, ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી $12^{\circ}$ પશ્ચિમ તરફ (દિશા) દર્શાવે છે. નમન વર્તુળની (ડીપ દર્શાવતી) ચુંબકીય સોયના ઉત્તરધ્રુવની અણીને મેગ્નેટીક મેરીડીયનના સમતલમાં રાખતાં તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ $60^{\circ}$ કોણ દર્શાવે છે. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે $0.16 \;G$ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય) ક્ષેત્રનું મૂલ્ય દર્શાવો.

એક સ્થળે ડીપ એન્ગલ $30^°$ અને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.50 \,Oersted $ હોય,તો તે સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર કેટલા $Oersted $ થાય?

ચુંબકીય મેરીડીયનને લંબ સમતલમાં નમન (dip) ચુંબકીય સોય કઇ સ્થિતિમાં રહે?