નીચેની પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :
$2 HI \rightarrow H _{2}+ I _{2}$
$2 NO _{( g )}+ O _{2( g )} \rightarrow 2 NO _{2( g )}$
આપેલ પ્રક્રિયા $2A + B \rightarrow$ નીપજો માટે, જ્યારે $A$ અને $B$ બન્નેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $2.4\,mol\,L^{-1}\,s^{-1}$ થાય છે. જ્યારે $A$ ની એકલાની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર $0.3\,mol\,L^{-1}\,s^{-1}$ થી વધી $0.6\,mol\,L^{-1}\,s^{-1}$ થાય તો નીચે આપેલ વિધાનો કયું વિધાન સાચું છે?
કાલ્પનિક પ્રક્રિયા $A_2 + B_2 \rightarrow2AB$ નીચે મુજબ ક્રિયાવિધી દર્શાવે છે. તો બધી જ પ્રક્રિયાનો ક્રમ .... થાય.
$A_2 $ $\rightleftharpoons$ $ A + A$ ....... (ઝડપી) ;
$A + B_2\rightarrow AB + B$ ..... (ધીમી) ;
$ A + B \rightarrow AB$ ...... (ઝડપી)
એક પ્રક્રિયકના પ્રક્રિયકની સાંદ્રતા ત્રણ ગણી કરવાથી પ્રક્રિયાનો વેગ $27$ ગણો થાય છે તે પ્રક્રિયાનો ક્રમ કયો છે ?
$2 NO_{(g)} + Cl_{2(g)} \rightarrow 2NOCl_{(g)}$, પ્રક્રિયા માટે જ્યારે $Cl_2$ ની સાંદ્રતા બમણી થાય. પ્રક્રિયાનો દર વાસ્તવિક કરતા બે ગણો થાય છે. જ્યારે $NO$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે દર ચાર ગણો થાય તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?