અવયવ પાડો $: x^{3}+x^{2}-26 x+24$
બહુપદીના બધા જ સહગુણકોનો સરવાળો
$=1+1-26+24=0$
$\therefore x-1$ એ આપેલ બહુપદીનો એક અવયવ છે.
$x^{3}+x^{2}-26 x+24$
$=\underline{x^{3}-x^{2}}+\underline{2 x^{2}-2 x}-\underline{24 x+24}$
[$x-1$ સામાન્ય અવયવ મળે તે પ્રમાણે પદોનું વિભાજન]
$=x^{2}(x-1)+2 x(x-1)-24(x-1)$
$=(x-1)\left(x^{2}+2 x-24\right)$
$=(x-1)\left(x^{2}+6 x-4 x-24\right)$
$=(x-1)[x(x+6)-4(x+6)]$
$=(x-1)(x+6)(x-4)$
નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો
$5 x^{2}+11 x-2 \sqrt{x}$
જો $x-a$ એ $x^3 - ax^2 + 2x + a - 1$ નો એક અવયવ હોય, તો $a$ ની કિંમત શોધો.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.
$\frac{1}{\sqrt{5}} x^{\frac{1}{2}}+1$ બહુપદી છે.
વિસ્તરણ કરો.
$\left(\frac{2 x}{3}+\frac{4 y}{5}\right)\left(\frac{2 x}{3}-\frac{4 y}{5}\right)$
વિસ્તરણ કરો
$(2 a+3 b)^{2}$