અવયવ પાડો : $x^{3}-23 x^{2}+142 x-120$
ધારો કે, $p(x)=x^{3}-23 x^{2}+142 x-120$
હવે આપણે $-\,120$ ના બધા જ અવયવો વિચારતાં તેમાંના કેટલાંક $\pm 1,\,\pm 2,\,\pm 3,\,\pm 4,\,\pm 5,\,\pm 6,\,\pm 8,\,\pm 10,\,\pm 12,\,\pm 15\,\pm 20,\,\pm 24,\,\pm 30,\,\pm 60$ છે.
આપણે પ્રયત્નો દ્વારા જાણી શકીએ કે $p(1)=0$, તેથી $x-1$ એ $p(x)$ નો અવયવ છે.
હવે, $x^{3}-23 x^{2}+142 x-120=x^{3}-x^{2}-22 x^{2}+22 x+120 x-120$
$=x^{2}(x-1)-22 x(x-1)+120(x-1)$ (કેમ ?)
$=(x-1)\left(x^{2}-22 x+120\right)$ [$(x-1)$ સામાન્ય લેતાં]
આપણે $p(x)$ ને $x-1$ વડે ભાગીને પણ ઉપરોક્ત જવાબ મેળવી શકીએ.
હવે, $x^{2}-22 x+120$ ના અવયવો મધ્યમ પદને વિભાજીત કરીને અથવા અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને મેળવી શકીએ. મધ્યમ પદને વિભાજીત કરતાં,
$x^{2}-22 x+120 =x^{2}-12 x-10 x+120$
$=x(x-12)-10(x-12)$
$=(x-12)(x-10)$
તેથી, $x^{3}-23 x^{2}-142 x-120=(x-1)(x-10)(x-12)$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(3-2 x)(3+2 x)$
નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x)=c x+d, \,c \neq 0, \,c,\,d$, $c$ અને $d$ એ વાસ્તવિક સંખ્યાઓ છે.
બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $5+2 x$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.
સીધો ગુણાકાર કર્યા સિવાય $105 \times 106$ ની કિંમત મેળવો.
નીચે લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ અનુક્રમે શોધો.
ક્ષેત્રફળ : $35{y^2}+ 13y - 12$.