$CH_3Cl$ માં બંધ નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કાર્બન પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં $4$ ઇલેક્ટ્રૉન ધરાવે છે. જો તેને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો તેને અન્ય પરમાણુને $4$ ઇલેક્ટ્રૉન આપવા પડે અથવા અન્ય પરમાણુ પાસેથી $4$ ઇલેક્ટ્રૉન મેળવવા પડે, પરંતુ તે શક્ય નથી.

આથી, કાર્બન પરમાણુ એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રૉન રચના પ્રાપ્ત કરવા માટે અન્ય તત્ત્વના $4$ ઇલેક્ટ્રૉન સાથે ભાગીદારી કરે છે.

આમ, બંધ કે જે તત્ત્વોના ઇલેક્ટ્રૉનની ભાગીદારીથી બનતો હોય તો તેવા બંધને સહસંયોજક બંધ કહે છે.

સહસંયોજક બંધમાં દરેક પ્રકારના પરમાણુઓ માત્ર તેમની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રૉનની જ ભાગીદારી કરે છે.

$CH_3Cl$ ને ક્લોરોમિથેન કહેવાય છે જે $1$ કાર્બન પરમાણુ, $3$ હાઇડ્રોજન પરમાણુ અને $1$ ક્લોરિન પરમાણુ ધરાવે છે.

કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના $(6) = K = 2$, $L = 4$

હાઇડ્રોજનની ઇલેક્ટ્રૉનીય રચના $(1) = K = 1$

ક્લોરિનની ઇલેક્ટ્રૉનીય રચના $(17) = K =2$, $L = 8$, $M = 7$

અહીં કાર્બનની બાહ્યતમ કક્ષામાં $4$ ઇલેક્ટ્રૉન અને દરેક હાઇડ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં $1$ ઇલેક્ટ્રૉન તથા ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં $7$ ઇલેક્ટ્રૉન રહેલા છે.

પરિણામે, કાર્બન પોતાની બાહ્યતમ કક્ષાના $4$ ઇલેક્ટ્રૉનની ભાગીદારી $3$ હાઇડ્રોજન પરમાણુ અને $1$ ક્લોરિન પરમાણુ સાથે કરીને નીચે મુજબ $CH_3Cl$ ની રચના કરે છે.

$\begin{array}{*{20}{c}}
  {\begin{array}{*{20}{c}}
  H \\ 
  | 
\end{array}} \\ 
  {H - C - Cl} \\ 
  | \\ 
  H 
\end{array}$   અથવા Image

ક્લોરોમિથેન (મીથાઈલ ક્લોરાઈડ) 

1067-s17(a)

Similar Questions

કાર્બન અને તેનાં સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે ?

બ્યુટેનોન ચાર-કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ 

ઑક્સિડેશનકર્તા એટલે શું ?

સાયક્લો પેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ-રચના શું થશે ? 

ઇથેનોલનું ઇથેનોઇક ઍસિડમાં રૂપાંતર શા માટે ઑક્સિડેશન-પ્રક્રિયા છે ?