કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતાં ફીણનું નિર્માણ સમજાવો.
કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી સામાન્ય રીતે તેમાં અદ્રાવ્ય દહીં જેવા સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય છે કારણ કે કઠિન પાણી એ કૅલ્શિયમ $(Ca^{2+})$ અને મૅગ્નેશિયમ $(mg^{2+})$ આયનો ધરાવે છે. જયારે સાબુ એ ઊંચા ફૅટી ઍસિડના સોડિયમ $(Na^+)$ કે પોટેશિયમ $(K)$ ક્ષાર છે.
આથી જ્યારે સાબુને કઠિન પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેમને સંબંધિત કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના ક્ષારો ઉદ્દભવે છે. પરંતુ તે અદ્રાવ્ય હોવાથી તે સફેદ દહીં જેવા અવક્ષેપ ઉત્પન્ન કરે છે. આ પ્રકારના અવક્ષેપને ફીણ કહે છે.
આ દરમિયાન જોવા મળતા રાસાયણિક સમીકરણો નીચે દર્શાવેલા છે :
$Ca ^{2+} \quad+\quad 2 RCOONa \rightarrow \quad( RCOO )_{2} Ca \downarrow+2 Na ^{+}$
કઠિન પાણીમાંના કેલ્શિયમ આયનો સાબુ કૅલ્શિયમ ક્ષારના અવક્ષેપ
$Mg ^{2+}+2 RCOONa \rightarrow( RCOO )_{2} Mg \downarrow+2 Na ^{+}$
કઠિન પાણીમાંના મૅગ્નેશિયમ આયનો સાબુ મૅગ્નેશિયમ ક્ષારના અવક્ષેપ
સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભૂદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો.
જ્યારે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે મિસેલનું નિર્માણ શા માટે થાય છે ? શું ઇથેનોલ જેવા બીજા દ્રાવકો દ્વારા પણ મિસેલનું નિર્માણ થશે ?
કાર્બન અને તેનાં સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે ?
નીચે દર્શાવેલ સંયોજનોના બંધારણ દોરો :
$(i)$ બ્યુટેનોન $(ii)$ હેકઝેનાલ
સલ્ફરના આઠ પરમાણુઓથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રૉન બિંદુ-નિરૂપણ શું થશે ?