સમાન વિધુતક્ષેત્રમાં ઘુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધ્રુવીય અણુઓની કાયમી ડાઈપોલ ચાકમાત્રા શૂન્ય હોય છે. કારણ કे ઉષ્મીય ગતિને લીધે ડાઈપોલ યાકમાત્રા અસ્તવ્યસ્ત હોય છે પણ કુલ ડાઈપોલ ચાકમાત્રા શૂન્ય હોય છે.

જ્યારે તેના પર બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે વ્યક્તિગત ડાઈપોલ ચાકમાત્રાઓ ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે છે તેથી બધા અણ્રુઓ માટેની ડાઈપોલ ચાકમાત્રાનો સરવાળો કરતાં તે વિદ્યુતક્ષેત્રની દિશામાં ચોખ્ખી $(Net)$ ડાઈપોલ ચાકમાત્રા મળે છે. એટલે કે, ડાઇઈલેક્ટ્રિક ધ્રુવીભવન થાય છે. જે ઉપર આકૃતિમાં દર્શાવ્યું છે.

ધ્રુવીભવનનું પ્રમાણ બે પરસ્પર વિરોધી પરિબળોની સાપેક્ષ પ્રબળતા પર આધારિત છે.

બાહ ક્ષેત્રમાં ડાઈપોલ સ્થિતિઊર્જા કે જે ડાઈપોલ્સને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે અને ઉષ્મીય ઊર્જા ઉપરાંત પ્રેરિત ડાઈપોલ ચાકમાત્રા એ ક્ષેત્રને સમાંતરમાં ગોઠવાયેલા ડાઈપોલને ભિન્ન ભિન્ન કરવાનો પ્રયત્ન કરે છે.

સામાન્ય રીતે ધ્રુવીય અણું માટે વિદ્યુતક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જવાની અસર મહત્ત્વની છે.

898-s114g

Similar Questions

દરેક $40 \,\mu F$ ના બે સંઘારકોને શ્રેણીમાં જોડવામાં આવેલા છે. બે માંથી કોઈ એક સંઘારકને $K$ જેટલા ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા અવાહક વડે એવી રીતે ભરવામાં આવે છે કે જેથી તંત્રની સમતુલ્ય સંઘારકતા $24 \,\mu F$ થાય. $K$ નું મૂલ્ય ......... હશે.

  • [JEE MAIN 2022]

$C = 10\ \mu \,F$ કેપેસિટન્સ ઘરાવતો કેપેસિટરને $12\ V$ બેટરી સાથે જોડેલ છે.ડાયઇલેકટ્રીક અચળાંક $5$ ઘરાવતી ડાયઇલેકટ્રીકને વચ્ચે મૂકતા બેટરીમાંથી કેપેસિટર પર વઘારાનો કેટલા ......$\mu \,C$ વિધુતભાર જશે?

$15 \,nF$ કેપેસિટરમાં ડાઈઇલેક્ટ્રીક અચળાંક $\varepsilon_{r}=2.5$ ડાઈઇલેક્ટ્રીક સ્ટ્રેન્થ $30 \,MV / m$ અને વિદ્યુતસ્થિતિમાન $=30\,V$ હોય તો પ્લેટનું ક્ષેત્રફળ ..........  $\times 10^{-4} \;m ^{2}$ હશે?

  • [AIIMS 2019]

કેપેસિટરની પ્લેટો વચ્ચે એલ્યુમિનિયમ પાતળી શીટ વચ્ચે મુકવામાં આવેલ છે, તો કેપેસિટરનું કેપેસીટન્સ 

  • [AIEEE 2003]

બે પ્લેટ વચ્ચે $5 \mathrm{~mm}$ અંતર ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસીટરને બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. આ કેપેસીટરની બે પ્લેટ વચચે $2 \mathrm{~mm}$ જાડાઈનો ડાયઈલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે ત્યારે કેપેસીટર બેટરી માંથી $25 \%$ જેટલો વધારાનો વિદ્યુતભાર મેળવે છે. તો આ ડાયઈલેકક્ટ્રીક સ્લેબનો ડાયઈલેકિટ્રિક અચળાંક.........

  • [JEE MAIN 2024]