આયનોના સ્વતંત્ર સ્થળાંતરનો કોહલરાઉસનો નિયમ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) નિયમ: આ નિયમ મુજબ,વિદ્યુતવિભાજ્યની સીમિત મોલર વાહકતાને તે વિદ્યુતવિભાજ્યના ઋણાયન અને ધનાયનના વ્યક્તિગત ફાળાના સરવાળા તરીકે દર્શાવી શકાય છે.
ઉદાહરણ તરીકે,જો ધન અને ઋણ આયનોની સીમિત મોલર વાહકતા અનુક્રમે $\lambda_{m^{+}}^{\circ}$ અને $\lambda_{m^{-}}^{\circ}$ હોય,તો દ્રાવણની સીમિત મોલર વાહકતા $(\Lambda_{m}^{\circ})$ નીચે મુજબ થશે:
$\Lambda_{m}^{\circ} = v_{+} \lambda_{m^{+}}^{\circ} + v_{-} \lambda_{m^{-}}^{\circ}$
સમજૂતી:
જો $K^{+}$ ની $\lambda_{m}^{\circ} = 73.5$ અને $Br^{-}$ ની $\lambda_{m}^{\circ} = 78.1 \ S \ cm^{2} \ mol^{-1}$ હોય,તો અનંત મંદને $KBr$ દ્રાવણની સીમિત મોલર વાહકતા નીચે મુજબ છે:
$\Lambda_{m}^{\circ}(KBr) = \lambda_{m}^{\circ}(K^{+}) + \lambda_{m}^{\circ}(Br^{-})$
$= 73.5 + 78.1$
$= 151.6 \ S \ cm^{2} \ mol^{-1}$
$298 \ K$ તાપમાને કેટલાક આયનોની સીમિત મોલર વાહકતા:
આયન | $\lambda^{\circ} / (S \ cm^{2} \ mol^{-1})$ આયન | $\lambda^{\circ} / (S \ cm^{2} \ mol^{-1})$
$H^{+} \ | \ 349.6$ $OH^{-} \ | \ 199.1$
$Na^{+} \ | \ 50.1$ $Cl^{-} \ | \ 76.3$
$K^{+} \ | \ 73.5$ $Br^{-} \ | \ 78.1$
$Ca^{2+} \ | \ 119.0$ $CH_{3}COO^{-} \ | \ 40.9$
$Mg^{2+} \ | \ 106.0$ $SO_{4}^{2-} \ | \ 160.0$

Explore More

Similar Questions

$0.5\,M\,NaOH$ ના દ્રાવણનો અવરોધ ઓરડાના તાપમાને વાહકતા કોષમાં $31.6\,\Omega$ છે. જો કોષનો કોષ અચળાંક $0.367\,cm^{-1}$ હોય,તો આ $NaOH$ દ્રાવણની આશરે મોલર વાહકતા કેટલી થશે? (in $S\,cm^2\,mol^{-1}$)

કોષનો કોષ-અચળાંક $0.5 \ cm^{-1}$ છે અને અવરોધ $R = 50 \ \Omega$ છે. જો નોર્માલિટી $1 \ N$ હોય,તો વીજરાસાયણિક કોષની તુલ્યવાહકતા ...... $\Omega^{-1} \ cm^2 \ (g \ eq)^{-1}$ થાય.

$0.01 \ M$ સાંદ્રતા ધરાવતા ક્ષારના દ્રાવણની વિશિષ્ટ વાહકતા $1.061 \times 10^{-4} \ S \ cm^{-1}$ છે. આ દ્રાવણની મોલર વાહકતા કેટલી થશે?

અનંત મંદને $NaF$ ધરાવતા વિદ્યુતવિભાજ્યની તુલ્ય વાહકતા $90.1 \, \Omega^{-1} \, cm^2$ છે. જો $NaF$ ને $KF$ દ્વારા બદલવામાં આવે,તો તુલ્ય વાહકતાનું મૂલ્ય શું હશે? ........... $\Omega^{-1} \, cm^{2}$

$\frac{1}{10} \ M$ દ્રાવણનો અવરોધ $2.5 \times 10^3 \ \Omega$ છે. દ્રાવણની મોલર વાહકતા કેટલી છે? (કોષ અચળાંક $= 1.25 \ cm^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo