(N/A) સમૂહ $3$ થી $12$ ના તત્વોને $d$-વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે.
આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના $(n-1)d^{1-10}ns^{0-2}$ છે.
આ તત્વોને $d$-વિભાગના તત્વો કહેવામાં આવે છે કારણ કે તેમનો છેલ્લો ઇલેક્ટ્રોન $d$-કક્ષકમાં ભરાય છે.
$d$-વિભાગના તત્વોના લક્ષણો:
- તે બધા ધાતુઓ છે. તેઓ મોટે ભાગે રંગીન આયનો બનાવે છે,પરિવર્તનશીલ સંયોજકતા (ઓક્સિડેશન અવસ્થાઓ) દર્શાવે છે,અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે અને ઘણીવાર ઉદ્દીપક તરીકે વપરાય છે.
- જોકે,$Zn$,$Cd$ અને $Hg$ જેની ઇલેક્ટ્રોનીય રચના $(n-1)d^{10}ns^{2}$ છે,તે સંક્રાંતિ તત્વોના મોટાભાગના ગુણધર્મો દર્શાવતા નથી.
સંક્રાંતિ તત્વો: સંક્રાંતિ ધાતુઓ $s$-વિભાગના તત્વોની રાસાયણિક રીતે સક્રિય ધાતુઓ અને સમૂહ $13$ અને $14$ ના ઓછા સક્રિય તત્વો વચ્ચે સેતુ બનાવે છે,તેથી તેમને "સંક્રાંતિ તત્વો" કહેવામાં આવે છે.