બિંદુવત્ વિધુતભાર $\mathrm{Q}$ માટે અંતર $\mathrm{r}$ સાથે સ્થિતિમાનનો ફેરફાર અને વિધુતક્ષેત્રના ફેરફારનો આલેખ દોરો.
બિંદુવત વિદ્યુતભારનું સ્થિત-વિદ્યુતસ્થિતિમાન $V =\frac{k Q }{r}$ અને વિદ્યુતક્ષેત્ર $E =\frac{k Q }{r^{2}}$ છે. તેમાં $k Q$ સમાન $\therefore V \propto \frac{1}{r}$ અને $E \propto \frac{1}{r^{2}}$
આમ, વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર એ અંતર $r$ સાથે કેવી રીતે બદલાય છે તે દર્શાવે છે.
વિદ્યુતસ્થિતિમાનનું સમીકરણ $V =\frac{k Q }{r}$ દર્શાવે છે કે જો $Q$ ધન હોય, તો દરેક બિદુએ વિદ્યુતસ્થિતિમાન ધન મળે અને વધુમાં બિદુવત્ વિદ્યુતભારના કારણો કોઈ બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન તેના અંતરના વ્યસ્ત પ્રમાણામાં છે એટલે કે વિદ્યુતક્ષેત્રની દિશામાં ધટે અને વિરૂદ્ધ દિશામાં વધે.
$Q$ વિદ્યુતભારનું $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E =\frac{k Q }{r^{2}}$ અને વિદ્યુતસ્થિતિમાન $V =\frac{k Q }{r}$
આમ,વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર એ અંતર $r$ સાથે કેવી રીતે બદલાય છે તે દર્શાવે છે.
વિદ્યુતસ્થિતિમાનનું સમીકરણ $V =\frac{k Q }{r}$ દર્શાવે છે કे જો $Q$ ધન હોય, તો દરેક બિદું વિદ્યુતસ્થિતિમાન ધન મળે અને $Q$ ઋણ હોય,તો દરેક બિંદુએ વિદ્યુતસ્થિતિમાન ઋણ મળે છે.
વધુમાં બિંદુવત વિદ્યુતભારના કારણે કોઈ બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન તેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે
વિદ્યુતક્ષેત્રની દિશામાં ઘટે અને વિરુદ્ધ દિશામાં વધે.
$10^{-6} \mu \mathrm{C}$ નો એક વીજભાર $X-Y$ યામ પધ્ધતિના ઉગમબિંદુ $(0,0) \mathrm{m}$ પર મૂકેલો છે. બિંદુઓ $\mathrm{P}$ અને $\mathrm{Q}$ અનુક્રમે $(\sqrt{3}, \sqrt{3}) \mathrm{m}$ અને $(\sqrt{6}, 0) \mathrm{m}$ પર રહેલા છે. બિંદુઓ$\mathrm{P}$ અને $\mathrm{Q}$ વચચેનો સ્થિતિમાન તફાવત_____થશે.
$x-y$ અક્ષોની પ્રણાલીનાં ઉગમ બિંદુ એક $10\,\mu C$ જેટલો ચાર્જ મુકવામાં આવ્યો છે. $(0, a)$ પર $(a, 0)$ બિંદુઓ વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો ફરક જોવાં મળશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા પર ત્રણ સમાન વિદ્યુતભારો મૂકેલા છે. નીચના પૈકી (સામાન્ય નામકરણ) કેન્દ્ર આગળ $E$ અને $V$ માટે કયું વિધાન સાચું છે.
$R$ અને $4 R$ ત્રિજયાના સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચ પર અનુક્રમે $Q _{1}$ અને $Q _{2}$ વિજભાર છે. બંને સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો તેમના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V ( R )- V (4 R )$ કેટલો હશે?
$+q$ વિદ્યુતભારને $X-$અક્ષ પર $x = x_0,\,x = 3x_0,\,x = 5x_0$, .... $\infty $ બિંદુ પર મૂકેલો છે. વિદ્યુતભારને $X-$અક્ષ પર $-q$ ને $x = 2x_0,\,x = 4x_0,\,x = 6x_0$, .... $\infty $ બિંદુ પર મૂકેલો છે. જ્યાં $x_0$ ધન અચળાંક છે. $Q$ વિદ્યુતભારથી $r$ અંતરે વિદ્યુતસ્થિતિમાન $\frac{Q}{{4\pi {\varepsilon _0}r}}$ હોય તો ઉગમબિંદુએ વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?