(N/A) આકૃતિમાં દર્શાવ્યા મુજબની સ્થિતિ ધ્યાનમાં લો.
એક તારને બેટરી સાથે એવી રીતે જોડો કે જેથી તેમાંથી વિદ્યુતપ્રવાહ વહે. એક ચુંબકીય હોકાયંત્રને આડા તારની બરાબર ઉપર મૂકો. જ્યારે કોઈ વિદ્યુતપ્રવાહ વહેતો નથી $(I = 0)$,ત્યારે સોય ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે છે,જે આકૃતિ $(a)$ માં દર્શાવેલ છે.
જ્યારે વિદ્યુતપ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે,ત્યારે સોય પૂર્વ દિશા તરફ વિચલિત થાય છે,જે આકૃતિ $(b)$ માં દર્શાવેલ છે.
જ્યારે વિદ્યુતપ્રવાહ દક્ષિણ દિશા તરફ વહે છે,ત્યારે સોય પશ્ચિમ દિશા તરફ વિચલિત થાય છે,જે આકૃતિ $(c)$ માં દર્શાવેલ છે.
જ્યારે હોકાયંત્રને તારની બરાબર નીચે મૂકવામાં આવે છે,ત્યારે સોયના વિચલનની દિશા ઉલટાઈ જાય છે.
ચુંબકીય સોય માત્ર ચુંબકીય ક્ષેત્રની હાજરીને કારણે જ વિચલિત થઈ શકે છે,તેથી એવું તારણ કાઢી શકાય છે કે વિદ્યુતપ્રવાહ ધારિત તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે.