(N/A) વિદ્યુતપ્રવાહધારિત વાહક તેની આસપાસ પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યારે આ ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે આંતરક્રિયા કરે છે,ત્યારે તેના પર યાંત્રિક બળ લાગે છે.
આ બળની દિશા બે પરિબળો પર આધાર રાખે છે:
$1$. વાહકમાંથી વહેતા વિદ્યુતપ્રવાહની દિશા.
$2$. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા.
આ બળની દિશા નક્કી કરવા માટે $Fleming's \text{ } Left-Hand \text{ } Rule$ (ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ) વપરાય છે.
$Fleming's \text{ } Left-Hand \text{ } Rule$ નું વિધાન: તમારા ડાબા હાથના અંગૂઠા,તર્જની અને મધ્યમા આંગળીને એકબીજાને લંબ રહે તે રીતે ફેલાવો. જો તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે અને મધ્યમા વિદ્યુતપ્રવાહની દિશા દર્શાવે,તો અંગૂઠો વાહક પર લાગતા બળ (અથવા ગતિ) ની દિશા દર્શાવે છે.