$p(x)=21+10 x+x^{2}$ ને $g(x)=2+x$ વડે ભાગીને ભાગફળ તથા શેષ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$p(x)=21+10 x+x^{2}$

$\therefore p(x)=x^{2}+10 x+21$

અને $g(x)=2+x$

$\therefore g(x)=x+2$

$\therefore$ ભાગફળ $=x+8$ અને શેષ $=5$

ભાગાકારની ક્રિયાના સોપાન

$(1)$ ભાજ્ય બહુપદી $21+10 x+x^{2}$ તથા ભાજક બહુપદી $2+x$ ને પ્રમાણિત સ્વરૂપ એટલે કે ચલના ઘાતાંકના ઊતરતા ક્રમમાં ગોઠવો.

$(2)$ ભાજ્યના પ્રથમ પદ $x^{2}$ ને ભાજકના પ્રથમ પદ $x$ વડે ભાગતાં ભાગફળનું પ્રથમ પદ $x\left(\frac{x^{2}}{x}\right)$ મળે.

$(3)$ ભાજક $(x+2)$ ને ભાગફળના પ્રથમ પદ $(x)$ વડે ગુણતા ગુણાકાર $x^{2}+2 x$ મળે, જેને ભાજ્ય $\left(x^{2}+10 x+21\right)$ માંથી બાદ કરતાં નવો ભાજ્ય $8 x+21$ મળે.

$(4)$ નવા ભાજ્ય $(8x + 21)$ ના પ્રથમ પદ $8x$ ને ભાજક $(x + 2)$ ના પ્રથમ પદ વડે ભાગતાં ભાગફળનું દ્વિતીય પદ $8\left(\frac{8 x}{x}\right)$ મળે.

$(5)$ ભાજક $(x + 2)$ ને ભાગફળના દ્વિતીય પદ $(8)$ વડે ગુણતાં ગુણાકાર $8x + 16$ મળે, જેને નવા ભાજ્ય $(8x + 21)$ માંથી બાદ કરતાં શેષ $5$ મળે.

$(6)$ $5$ માં નો ઘાતાંક $0$ છે, જે ભાજકમાં $x$ નો ઘાતાંક $1$ કરતાં ઓછો છે. આથી ભાગાકારની ક્રિયા પૂર્ણ થઈ તથા ભાગફળ $x + 8$ અને શેષ $5$ મળ્યાં.

આમ, $x^{2}+10 x+21=(x+2)(x+8)+5$

1101-s209

Similar Questions

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો

$x^{2}-5 x+4$ એ સુરેખ બહુપદી છે.

અવયવ પાડો

$16 x^{2}+40 x y+25 y^{2}$

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? 

$3 x+1$ નું શૂન્ય $-\frac{1}{3}$ છે.

નીચેની બહુપદીઓ માટે $p(0), p(1), p(-2)$ શોધો. 

$p(x)=10 x-4 x^{2}-3$

કિંમત મેળવો :

$x^{3}+y^{3}-12 x y+64,$ जब $x+y=-4$ है।