ગોસના નિયમ અંગેના કેટલાંક અગત્યના મુદ્દાઓ ચર્ચો.
$(i)$ જો બંધ સપાટી દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો બંધ સપાટી સાથે સંકળાયેલ કુલ ફલક્સ પણ શૂન્ય હોય છે.
$(ii)$ આ નિયમ કોઈ પણ આકાર કે પરિમાણવાળી બંધ સપાટી માટે સત્ય છે.
$(iii)$ $\phi=\frac{\Sigma q}{\epsilon_{0}}$ માં જમણી બાજુનું પદ $\Sigma q$ એ સપાટી વડે ધેરાયેલા બધા વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે. વિદ્યુતભારો સપાટીની અંદર ગમે તે સ્થાને રહેલા હોઈ શકે છે.
$(iv)$ જે પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવી હોય કे કેટલાંક વિદ્યુતભારો અંદર અને કેટલાંક વિદ્યુતભારો બહાર હોય, તો ગોસનું સૂત્ર $\overrightarrow{ E } \cdot d \overrightarrow{ S }=\frac{\Sigma q}{\epsilon_{0}}$ માં ડાબી બાજુનું $\overrightarrow{ E }$ એ અંદર અને બહારના વિદ્યુતભારોથી ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર છે જ્યારે જમણી બાજુનું પદ $\Sigma q$ એ માત્ર અંદરના વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભારો છે.
$(v)$ ગોસનો નિયમ લગાડવા માટે જે સપાટી પસંદ કરીઓ તેને ગોસિયન સપાટી કહે છે.
$(vi)$ ગોસના નિયમનો ઉપયોગ કરીને સંમિતિ ધરાવતા તંત્ર વડે ઉદભવતા વિદ્યુતક્ષેત્રો સરળતાથી શોધી શકાય છે.
$(vii)$ ગોસનો નિયમ એ અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર આધારિત છે.
એક વિદ્યુતભારીત વસ્તુ સાથે સંકળાયેલું વિદ્યુત ફલક્સ $\phi$ છે. આ પદાર્થને હવે ધાતુના પાત્રની અંદર મૂકવામાં આવ્યો છે. પાત્રની બહાર ફલક્સ $\phi$ કેટલું હશે?
જો વિદ્યુતફલક્સ ગાઉસના પૃષ્ઠમાંથી બહાર આવતું હોય તો પૃષ્ઠ સાથે શું સંકળાયેલું હશે ?
$+ q$ વિદ્યુતભાર $L$ લંબાઈના સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે, તો સમઘનમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય?
એક બંધ પૃષ્ઠની અંદર અને બહાર જતું વિદ્યુત ફલ્કસ ${\varphi _1}$ અને ${\varphi _2}$ છે.તો પૃષ્ઠની અંદર વિદ્યુતભાર કેટલો હશે?
પૃથ્વી સાથે જોડેલ ધાતુની તકતીની પાછળ એક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $P$ અને $Q$ બિંદુએ $X$ અને $Y$ ની વચ્ચે આવેલા છે. $P$ અને $Q$ આગળ વિદ્યુત ક્ષેત્રની $E_P$ અને $E_Q$ છે. નીચે આપેલ પૈકી કયું વિધાન સાચું છે ?