સપુષ્પ વનસ્પતિના વિવિધ ભાગો આકૃતિ સહિત વર્ણવો.
$\Rightarrow$ આવૃત બીજધારી વનસ્પતિઓની બાહ્ય રચના કે બાહ્યાકાર વિદ્યા તેની બહોળી વિવિધતા દર્શાવે છે.
$\Rightarrow$ તેઓ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ વગેરેની હાજરીથી વર્ગીકૃત કરાય છે, વનસ્પતિઓના વિવિધ ભાગોમાં રહેલી શક્ય વિવિધતાઓ, જોવા મળતા તેમના પર્યાવરણ તરફના અનુકૂલનો (Adaptations) વિશે જાણકારી મળે છે. ઉદા., વિવિધ વનસ્પતિઓના રક્ષણ (Protection) માટેના, આરોહણ (Climbing), ખોરાક સંગ્રહ વગેરે માટેના અનુકૂલનો.
$\Rightarrow$ સપુષ્પ વનસ્પતિઓ મૂળ, પ્રકાંડ, પર્ણો ધરાવે છે. તેઓ પુષ્પો અને ફળ પણ ધરાવી શકે છે,
$\Rightarrow$ વનસ્પતિઓનો ભૂમિગત (Underground) ભાગ મૂળતંત્ર છે જ્યારે જમીનની ઉપરનો ભાગ એ પ્રરોહતંત્ર (Shoot System) બનાવે છે.
વિશિષ્ટ પ્રકારનાં મૂળ જેને શ્વસનમૂળ કહે છે. એ ............ માં ઊગતી વનસ્પતિઓમાં જોવા મળે છે.
રાઈઝોફોરામાં, મૂળ શેની રચના કરવા માટે પરિવર્તિત થાય છે?
યોગ્ય જોડકા જોડો :
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$1.$ ગાજર અને ટર્નીપ |
$p.$ શાખામાંથી ઉત્પન્ન થતા મૂળ |
$2.$ વડનું ઝાડ |
$q.$ સોટીમૂળ |
$3.$ મકાઈ અને શેરડી |
$r.$ પ્રરોહ તંત્ર |
$4.$ કલિકા |
$s.$ ભૂમીની નજીક આવેલી નીચેના ગાંઠવિસ્તારમાંથી ઉત્પન્ન થતા મૂળ |
મૂળના આયામ છેદમાં ટોચથી શરૂ કરી ઉપર તરફ ચાર વિસ્તાર આવેલા છે, તે કયા ક્રમમાં હોય છે?
વનસ્પતિની શાખામાંથી મૂળ ઉત્પન્ન થાય તો તેવા મૂળને શું કહેવાય છે?