(N/A) પૃષ્ઠવક્ષીય પર્ણો સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિઓમાં જોવા મળે છે. પૃષ્ઠવક્ષીય પર્ણનો ઊભો છેદ ($T$.$S$.) ત્રણ સ્પષ્ટ ભાગો દર્શાવે છે:
$[1]$ અધિસ્તર (Epidermis):
તે ઉપરની સપાટી (અધિદલિય અધિસ્તર) અને નીચેની સપાટી (અવદલિય અધિસ્તર) બંને પર હાજર હોય છે. બહારની તરફનું અધિસ્તર જાડા ક્યુટિકલથી આવરિત હોય છે. અવદલિય અધિસ્તર પર સામાન્ય રીતે અધિદલિય અધિસ્તર કરતા વધુ વાયુરંધ્રો (stomata) જોવા મળે છે.
$[2]$ મધ્યપર્ણ પેશી (Mesophyll):
મધ્યપર્ણ પેશી એ અધિદલિય અને અવદલિય અધિસ્તરની વચ્ચે આવેલી પેશી છે. તે બે પ્રકારના મૃદુતક (parenchyma) માં વિભેદિત હોય છે:
$(a)$ લંબોતક (Palisade parenchyma): લાંબા,ઊભા અને એકબીજાની નજીક ગોઠવાયેલા કોષોનું બનેલું હોય છે.
$(b)$ શિથિલોતક (Spongy parenchyma): અંડાકાર અથવા ગોળાકાર,છૂટાછવાયા ગોઠવાયેલા કોષોનું બનેલું હોય છે,જેમાં આંતરકોષીય અવકાશ અને વાયુકોષ્ઠો હોય છે.
મધ્યપર્ણ પેશીમાં હરિતકણો હોય છે,જે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.
$[3]$ વાહક પેશીતંત્ર (Vascular system):
પર્ણમાં વાહક પુલો સંયુક્ત,પાશ્વીય અને અવરોધિત (closed) હોય છે. તેઓ પુલકંચુક (bundle-sheath) કોષોના જાડા સ્તર દ્વારા ઘેરાયેલા હોય છે.