મૂળનાં વિશિષ્ટ કાર્યો માટેનાં રૂપાંતરો વર્ણવો.
$\Rightarrow$ કેટલીક વનસ્પતિઓ તેમનાં મુખ્ય કાર્યો ઉપરાંત કેટલાંક વધારાના કાર્યો કરે છે.
$\Rightarrow$ આ કાર્યો માટે તેમના આકાર અને રચનામાં ફેરફાર થાય છે. આવાં કાર્યોને વિશિષ્ટ કાર્યો કહે છે અને તે માટે તેમની રચનામાં થતા ફેરફારોને રૂપાંતરો કહે છે.
$\Rightarrow$ તેઓ ખોરાકસંગ્રહ, આધાર અને શ્વસન માટે રૂપાંતરિત થાય છે.
$\Rightarrow$ ખોરાકસંગ્રહ માટે વનસ્પતિનાં રૂપાંતરો :
$(a)$ સોટીમૂળમાં ખોરાકસંગ્રહ : ગાજર (Carrot)ના સોટીમૂળમાં ખોરાકનો સંગ્રહ થઈ તે શંકુ આકાર બને છે. મૂળા (Raddish)માં ખોરાકસંગ્રહ થઈ તે ત્રાક આકાર બને છે. બીટ અને સલગમ (Turnip)માં ખોરાકનો સંગ્રહ થઈ ભમરાકાર બને છે.
$(b)$ અસ્થાનિક મૂળમાં ખોરાકસંગ્રહ : શક્કરિયા (Sweet Potato)ના અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થઈ કદમાં મોટા બની ફૂલે છે. તેને સરળ સાકંદ મૂળ (Simple Tuberous Root) કહે છે.
$\Rightarrow$ શતાવરી અને ડહાલિયામાં ખોરાક સંગ્રહી મૂળ ગુચ્છાઓમાં સર્જાય છે. તેમને ગુચ્છાદાર સાકંદ મૂળ (Fasciculated Tuberous Root) કહે છે.
$\Rightarrow$ આધાર માટે મૂળનાં રૂપાંતરો : અવલંબન મૂળ અને સ્તંભમૂળ યાંત્રિક આધાર માટેનાં રૂપાંતરો છે.
$(a)$ અવલંબન મૂળ (Stilt Roots) : મકાઈ (Maize), શેરડી (Sugarcane)માં પ્રકાંડની નીચે તરફની ગાંઠોમાંથી અસ્થાનિક મૂળ ઉદ્દભવી જમીન તરફ ત્રાંસાં આગળ વધી જમીનમાં પ્રવેશી વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડે છે. આવા મૂળને અવલંબન મૂળ કહે છે. ઉદા., મકાઈ, શેરડી, કેવડો (Pandanus) વગેરે.
શ્વસનછિદ્ર ..........માં જોવા મળે છે.
આ વનસ્પતિના મૂળ ઋણભૂૂવર્તી રીતે વિકાસ પામે છે.
મૂળરોમ ........ પ્રદેશમાંથી વિકાસ પામે છે.
મૂળતંત્રનાં મુખ્ય કાર્યો જણાવો.
__________ ના અસ્થાનીક મૂળ ઉપસે છે અને ખોરાક સંગ્રહિત કરે છે.