બે સમાંતર ઍમ્પિયર એકમ વિદ્યુતપ્રવાહધારિત તારો વચ્ચે લાગતાં બળ પરથી વ્યાખ્યાયિત કરો.
$10.0\, cm$ ત્રિજ્યાના નળાકાર વિસ્તારમાં $1.5\; T$ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે જેની દિશા તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે. $7.0\; A$ વિદ્યુતપ્રવાહ ધારીત એક તાર આ વિસ્તારમાંથી ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. જો
$(a)$ તાર આ અક્ષને છેદે,
$(b)$ તારને ઉત્તર-દક્ષિણની જગ્યાએ ઉત્તરપૂર્વ-દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ફેરવવામાં આવે (લઈ જવામાં આવે),
$(c)$ ઉત્તર-દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી $6.0 \,cm$ જેટલો નીચે લેવામાં આવે, તો આ પરિસ્થિતિઓમાં તાર પર લાગતા (ચુંબકીય) બળનું મૂલ્ય અને દિશા શું હશે?
$d$ અંતરે રહેલા બે લાંબા સમાંતર તારમાંથી પસાર થતા પ્રવાહ $I_1$ અને $I_2$ છે.બંને પ્રવાહ એક જ દિશામાં હોય,તો તાર વચ્ચે લાગતું બળ $F$ છે.હવે એક પ્રવાહનું મૂલ્ય બમણું અને દિશા વિરુધ્ધ કરવામાં આવે છે.બંને તારને $3\,d$ અંતરે મૂકતાં નવું બળ કેટલું થશે?
એક તારને $100\,cm$ બાજુના સમભૂજ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે અને $2\;A$ નો વિદ્યુતપ્રવાહ તેમાંથી વહે છે. તેને કાગળના સમતલની અંદર લંબ દિશામાં $2.0\,T$ પ્રેરણના ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણની દરેક બાજુ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા કેટલી હશે ?
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ઉપર અને નીચે તાર અને જમણી અને ડાબી બાજુએ સમાન સ્પ્રિંગ છે. નીચેના તારનું દળ $10\, g$ અને લંબાઈ $5\, cm$ છે. તારના વજનને કારણે સ્પ્રિંગ $0.5\, cm$ જેટલી ખેંચાઇ છે. અને પરિપથનો કુલ અવરોધ $12\, \Omega $ છે. જ્યારે નીચેના તાર પર અચળ ચુંબકીય ક્ષેત્ર લગાવવામાં આવે ત્યારે સ્પ્રિંગ $0.3\, cm$જેટલી વધારે ખેંચાઇ છે. તો લગાવેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $I$ પ્રવાહધારીત એક ચોરસ લૂપને $I_1$ સ્થાયી પ્રવાહ પસાર કરતાં લાંબા વાહકની નજીક સમક્ષિતિજ સમતલમાં મુકેલ છે. તો લૂપ શું અનુભવે?