એક પાસાને ફેકવાના પ્ર્યોગનો વિચાર કરીએ. એક અવિભાજય પૂર્ણાક મળે તેને ઘટના $A$ અને એક અયુગ્મ પૂર્ણાક પ્રાપ્ત થાય તેને ધટના $B$ તરીકે દર્શાવવામાં આવેલ છે. આપેલ ધટનાઓ $A$ અને $B$ નો ગણ દર્શાવો.
એક ટોપલામાં $3$ કેરી અને $3$ સફરજન છે. જો બે ફળો લેવામાં આવે તો એક કેરી અને એક સફરજન મળવાની સંભાવના કેટલી થાય ?
$PROBABILITY$ શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર પસંદ થયેલ અક્ષર સ્વર હોય તેની સંભાવના ........ છે.
કાગળની ચાર ચબરખી પર $1, 2, 3$ અને $4$ સંખ્યાઓ લખી છે. આ ચબરખીને એક ડબામાં મૂકીને સારી રીતે મિશ્ર કરી દીધી છે. એક વ્યક્તિ ડબામાંથી પાછી મૂકયા વગર એક પછી એક બે ચબરખીઓ કાઢે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ વર્ણવો.
બે પાસાને એક વાર ફેંકતા બંને પાસાપરના અંકોનો સરવાળો $7$ થવાની પ્રતિકૂળ સંભાવના પ્રમાણ શોધો.
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.
$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.
$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.
$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.
નીચે આપેલ ઘટનાઓ વર્ણવો :$A \cap B^{\prime} \cap C^{\prime}$