$\alpha-$કણ અને એક પ્રોટોનને સમાન સ્થિતિમાનના તફાવતથી વિરામ સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. બંને દ્વારા પ્રાપ્ત કરેલ રેખીય વેગમાનોનો ગુણોત્તર $..........$ થશે.
$\sqrt{2}: 1$
$2 \sqrt{2}: 1$
$4 \sqrt{2}: 1$
$8: 1$
ચાર સમાન વિદ્યુતભારો $Q$ ને $xy$ સમતલમાં $(0, 2), (4, 2), (4, -2)$ અને $(0, - 2)$ બિંદુઓ પર મુકવામાં આવેલ છે. આ તંત્રના ઉગમ બિંદુ પર પાંચમા વિધુતભાર $Q$ ને મુકવા જરૂરી કાર્ય ________ છે.
સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર $Q$, $+q$ અને $+q$ વિદ્યુતભારો આકૃતિ મુજબ મૂકેલ છે.જો સમગ્ર તંત્રની કુલ વિદ્યુતસ્થિતિઊર્જા શૂન્ય હોય,તો $Q$ = __________.
છ વિદ્યુતભાર $+ q ,- q ,+ q ,- q ,+ q$ અને $- q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $d$ બાજુના ષટ્કોણના શિરોબિંદુ પર મૂકેલા છે. અનંતથી ષટ્કોણના કેન્દ્રમાં $q _0$ વિદ્યુતભાર લાવવામાં માટે કેટલું કાર્ય કરવું પડે? $\left(\varepsilon_0-\right.$ મુક્ત અવકાશની પરમિટિવિટી)
અવકાશનાં એકક્ષેત્રમાં નિયમિત વિદ્યુતક્ષેત્ર $\vec{E}=10 \hat{i}( V / m )$ લાગુ પડે છે. જો કોઈ ધન વિદ્યુતભારને $\bar{v}=-2 \hat{j}$, જેટલા વેગથી તેમાંથી પસાર થાય તો તેની સ્થિતિઊર્જા કેવી થશે?
બે વિદ્યુતભારો $-q$ અને $+q$ અનુક્રમે $(0, 0, -a)$ અને $(0, 0, a)$ બિંદુઓએ રહેલા છે.
$(a)$ $(0, 0,z)$ અને $(x,y,0)$ બિંદુઓએ વિદ્યુતક્ષેત્ર કેટલું કેટલું છે?
$(b)$ સ્થિતિમાન, ઉગમબિંદુથી કોઈ બિંદુના અંતર $r$ પર, $r/a\,>\,>\,1$ હોય ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો.
$(c)$ એક નાના પરીક્ષણ વિદ્યુતભારને $x$ -અક્ષ પર $(5, 0, 0)$ બિંદુથી $(-7, 0, 0)$ બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે? જો પરીક્ષણ વિદ્યુતભારનો માર્ગ તે જ બે બિંદુઓ વચ્ચે $x$ -અક્ષ પર ન હોત તો જવાબમાં ફેર પડે?