હાઈડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઈલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ, પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપણે જાણીએ છીએ કે હાઈડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ $5.3 \times 10^{-11}\,m$ જ ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતા ઈલેક્ટ્રૉનનો વેગ $2.2 \times 10^{6}\, m/s$ છે. આથી, પ્રોટોનની આસપાસ ઈલેક્ટ્રૉનના ભ્રમણની આવૃત્તિ

$v=\frac{v}{2 \pi r} =\frac{2.2 \times 10^{6} \,m s ^{-1}}{2 \pi\left(5.3 \times 10^{-11} \,m \right)}$

$ \approx 6.6 \times 10^{15} \,Hz$

પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર, આપણે જાણીએ છીએ કે ભ્રમણ કરતા ઈલેક્ટ્રૉન વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ, ન્યુક્લિયસની આસપાસના તેના ભ્રમણની આવૃત્તિ જેટલી હોય છે. આમ, ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ $6.6 \times 10^{15}\, Hz$ છે.

Similar Questions

રૂથરફોડના પ્ર્યોગમાં $\alpha  - $ કણ સોનાના વરખ પર આપાત કરવામાં આવે છે. $\alpha  - $ કણ નુ પ્રકિર્ણન થવાનું કારણ

રુથરફોર્ડના પ્રકીર્ણનના પ્રયોગમાં $m_1$ દળ અને $Z_1$ વિદ્યુતભાર ધરાવતો કણ $m_2$ દળ અને $Z_2$ વિદ્યુતભાર ધરાવતા લક્ષ્ય ન્યુકિલયસ પર આપાત કતાં ન્યુકિલયસની નજીક $r_0 $ સુધી જઇ શકે છે, તો કણની ઊર્જા

  • [AIPMT 2009]

ગેઇગર-માસર્ડેનના પ્રયોગમાં $1^o$ કરતાં વધારે પ્રકીર્ણન પામતાં $\alpha $- કણો કેટલા પ્રતિશત હોય છે ?

પરમાણુનું કદ ...... ના ક્રમમાં હોય છે.

હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉતેજિત સ્થિતિ માંથી ધરા સ્થિતિમાં જતા