કુલંબના નિયમ પ્રમાણે નીચેની આકૃતિ માટે શું સાયું છે ?

213501-q

  • A

    $q_1 q_2 < 0$

  • B

    $q_1 q_2 > 0$

  • C

    $q_1 q_2=0$

  • D

    $q_1 q_2 \gg 100 C$

Similar Questions

આકૃતિમાં સિઝિયમ ક્લોરાઇડ $\mathrm{CsCl}$ સ્ફટિકનો એક એકમ દર્શાવ્યો છે. તેમાં સિઝિયમના પરમાણુને $0.40\,\mathrm{nm}$ ઘનના શિરોબિંદુઓ પર મૂકેલાં છે જ્યારે ક્લોરિનના પરમાણુને ઘનના કેન્દ્ર પર મૂકેલો છે. $\mathrm{Cs}$ પરમાણુઓમાં એક ઇલેક્ટ્રોનની ઉણપ અને $\mathrm{Cl}$ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન વધારાનો છે.

$(i)$ $\mathrm{Cl}$ પરમાણુ પાસે આઠ $\mathrm{Cs}$ પરમાણુઓના લીધે કેટલું ચોખ્ખું વિધુતક્ષેત્ર છે ?

$(ii)$ ધારોકે, $\mathrm{A}$ શિરોબિંદુ પર રહેલો $\mathrm{Cs}$ પરમાણુ દૂર થાય છે, તો હવે બાકીના સાત $\mathrm{Cs}$ પરમાણુઓના લીધે $\mathrm{Cl}$ પરમાણુ પાસે કેટલું ચોખ્ખું બળ લાગશે ? 

બે બિંદુવત $+ 2$ $\mu $$C$ અને $+ 6$ $\mu $$C$ ના વિદ્યુતભારો એકબીજાને $12\, N$ બળથી અપાકર્ષે છે. જો દરેકમાં $- 4$ $\mu $$C$ નો વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો બળ ...... હશે.

કુલંબના નિયમની મર્યાદાઓ સમજાવો.

બે સમાન ગોળાઓ સમાન વિદ્યુતભારથી વિદ્યુતભારિત થયેલા છે અને તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો એક ગોળાનો $50\%$ જેટલો વિદ્યુતભાર બીજા ગોળા પર વહન પામે તો નવું બળ ........ $F$ હશે.

બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું અપાકર્ષી બળ $F$ હોય ત્યારે તેમની વચ્ચેનું અંતર $1\, m$ છે. હવે આ બિંદુવત વિદ્યુતભારને $25\, cm$ ની ત્રિજ્યાવાળા ગોળા પરના વિદ્યુતભાર વડે બદલવામાં આવે છે. તેઓના કેન્દ્રો વચ્ચે અંતર $1 \,m$ છે. તો બે કિસ્સાઓમાં અપાકર્ષી બળ......મુજબ ઘટશે.