(A) ધારો કે ટાવરની ઊંચાઈ $H$ છે અને બિંદુથી ટાવરના પાયા સુધીનું અંતર $x$ છે.
આપેલ છે કે,ધ્વજદંડની ઊંચાઈ $h$ છે અને ધ્વજદંડના તળિયા અને ટોચના ઉત્સેધકોણ અનુક્રમે $\alpha$ અને $\beta$ છે.
$\triangle PRO$ માં,$\tan \alpha = \frac{PO}{RO} = \frac{H}{x} \implies x = \frac{H}{\tan \alpha}$ .....$(i)$
$\triangle FRO$ માં,$\tan \beta = \frac{FO}{RO} = \frac{FP + PO}{RO} = \frac{h + H}{x} \implies x = \frac{h + H}{\tan \beta}$ .....$(ii)$
$(i)$ અને $(ii)$ ને સરખાવતા:
$\frac{H}{\tan \alpha} = \frac{h + H}{\tan \beta}$
$H \tan \beta = (h + H) \tan \alpha$
$H \tan \beta = h \tan \alpha + H \tan \alpha$
$H \tan \beta - H \tan \alpha = h \tan \alpha$
$H(\tan \beta - \tan \alpha) = h \tan \alpha$
$H = \frac{h \tan \alpha}{\tan \beta - \tan \alpha}$
આમ,ટાવરની ઊંચાઈ $\frac{h \tan \alpha}{\tan \beta - \tan \alpha}$ છે.