$9.1\,m$ લાંબા અને $5\,mm$ ની ત્રિજ્યાવાળા સ્ટીલના તારથી એક કારને લાંબા ખાડામાંથી બહાર ખેંચવા એક ટ્રકનો ઉપયોગ કર્યો છે. જ્યારે ટ્રકને ગતિ કરાવવામાં આવે છે, ત્યારે તારમાં $800\,N$ નું તણાવ છે, તો તારમાં કેટલો વધારો થશે ? સ્ટીલ માટે યંગ મોડ્યુલસ $= 2 \times 10^{11}\,Nm^{-2}$.
$\mathrm{Y}=\frac{\mathrm{F} l}{\mathrm{~A} \Delta l}$
$\Delta l =\frac{\mathrm{F} l}{\mathrm{AY}}=\frac{\mathrm{F} l}{\pi r^{2} \mathrm{Y}}$
$\Delta l =\frac{800 \times 9.1}{3.14 \times\left(5 \times 10^{-3}\right)^{2} \times 2 \times 10^{11}}$
$=46.369 \times 10^{-5}$ $\approx 4.64 \times 10^{-4} \mathrm{~m}$
યંગ મોડ્યુલસનો એકમ નીચેના પૈકી કોના એકમ જેવો છે.
સમાન દ્રવ્યના બનેલા ચાર તારોમાં સમાન બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો મહત્તમ કયાં તારમાં હશે?
એક $L$ લંબાઈ અને $r$ ત્રિજયાના તાર પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $l$ જેટલો વધારો તહય છે. જો બીજા સમાન $2r$ ત્રિજ્યા ને $2L$ લંબાઈના તાર પર $F$ બળ લગાવવામાં આવે તો લંબાઈમાં કેટલો ફેરફાર થશે?
$2 \,m$ લંબાઈ અને $50\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના તાર પર $250\,kg$ નું દળ લગાવતા તેની લંબાઈમાં થતો વધારો $0.5\, mm$ છે તો લોખંડના તારનો યંગ મોડ્યુલસ કેટલો હશે ?
$2l$ લંબાઇનો તાર બે દિવાલ વચ્ચે જડિત છે.તેના મઘ્યબિંદુ પર $W$ વજન લગાવવાથી તે $x $ જેટલું નીચે ખસે છે. $(X<< l )$ તો $m$ $=$___