કણ માટે પ્રક્ષીપ ગતિનુ સમીકરણ $y=\sqrt{3} x-\frac{ x^2}{2}$, તો પ્રક્ષિપ્તવેગ કેટલો થાય?
એક છોકરો $10$ $ m$ ની મહત્તમ ઊંચાઇ સુધી એક પથ્થર ફેંકી શકે છે. તેજ પથ્થરને છોકરો ....... $m$ સમક્ષિતિજ મહત્તમ અંતર સુધી પથ્થર ફેંકી શકશે.
બે પદાર્થોને સમક્ષિતિજ સાથે અનુક્રમે $45^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણો ઉપરની દિશામાં ફેકવામાં આવે છે. જો બન્ને પદાર્થ સમાન ઉંચાઈ પ્રાપ્ત કરે તો પદાર્થના પ્રક્ષિપ્ત સમયે તેના વેગના ગુણોતરનું મૂલ્ય કેટલું થાય ?
નીચેના બે વિધાનો આપેલા છે: એક કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવવામાં આવેલ છે.
કથન $A$ : બે સમાન દડાઓ $A$ અને $B$ સમાન વેગ ' $u$ ' થી પણ જુદા જુદા કોણે ફેંકવામાં આવે છે અને તેઓ સમાન અવધિ $R$ પ્રાપ્ત કરે છે. જો $A$ અને $B$ અનુક્રમે $h_{1}$ અને $h_{2}$ જેટલી મહતમ ઊંચાઈ પ્રાપ કરતા હોય તો $R=4 \sqrt{h_{1} h_{2}}$ થશે.
કારણ $R$ : દર્શાવેલ ઊંચાઈઓનો ગુણાકાર
$h_{1} h_{2}=\left(\frac{u^{2} \sin ^{2} \theta}{2 g}\right) \cdot\left(\frac{u^{2} \cos ^{2} \theta}{2 g}\right)$
ઉપરોક્ત વિધાનોનાં સંદભમમાં નીચે આપેલા વિકલ્યોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ એટલે શું ? અને પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈએ વેગ જણાવો.