એક ટેકરીની ઊંચાઈ $500\, m$ છે. ચર્ચની આજ્ઞા પ્રમાણે એક પેકેટને ટેકરીની બીજી બાજુ જોરથી ફેંકીને $125 \,m/s$ ની ઝડપથી પહોંચાડવામાં આવે છે. ટેકરીના તળિયેથી ચર્ચ $800 \,m$ દૂર છે અને તે જમીન પર $2\, ms^{-1}$ ની ઝડપથી ગતિ કરી શકે છે કે જેથી તેનું ટેકરીથી અંતર ગોઠવી શકાય, તો ટેકરીની બીજી બાજુ ઓછામાં ઓછા કેટલા સમયમાં પેકેટ પહોંચી શકે ? $g = 10\, ms^{-2}$.
ફેકેલા પૅકેટની ઝડ૫ $u=125 ms ^{-1}$
ટેકરીની ઊંચાઈ $h$$=$$500\,m$
ટેકરીને ઓળગવા માટે પેકેટની ઝડપનો ઉધર્વઘટક,ટેકરીની ઊંચાઈ ઓળંગી શકે તેટલો હોવો જોઈએ.
ધારો કે,$h$નો ઉધર્વઘટક $h_y$ છે.
$\therefore u_{y} \geq \sqrt{2 g h} \geq \sqrt{2 \times 10 \times 500}$
$\therefore u_{y} \geq 100 ms ^{-1}$
પણ $u^{2}=u_{x}^{2}+u_{y}^{2}$
$\therefore u_{x}=\sqrt{u^{2}-u_{y}^{2}}$
$=\sqrt{(125)^{2}-(100)^{2}}$
$=\sqrt{15625-10000}$
$u_{x}$$=\sqrt{5625}=75 ms ^{-1}$
હવે ટેકરીની ટોચ પર પહોંચતા લાગતો સમય,
$t$$=\sqrt{\frac{2 h}{g}}$
$=\sqrt{\frac{2 \times 500}{10}}$
$=\sqrt{100}=10 s$
ટેકરીની ટોચ પરથી જમીન પર આવતાં લાગતો સમય $t_{1}=t=10 s$
$\therefore$ આ $10 s$ માં પેકેટે કાપેલું સમક્ષિતિજ અંતર
$x=u_{x} t=75 \times 10=750 m$
ચર્ચને પર્વતની તળેટીથી $800\,m$ ઝંતરેથી કપવું પડતું અંતર $=800-750=50\,m$
ચર્ચની ગતિની ઝડપ $v=2 ms^{-1}$ છે.
$\therefore$ ચર્ચને $50\,m$ અંતર $v$ ઝડપથી કાપતાં લાગતો સમય
$t_{2}=\frac{50}{2}=25\,s$
આમ, પેકેટને ટેકરીના એક છેડેથી ટેકરી પરથી પસાર થઈને બીજ છેડે પહોંચતા લાગતો કુલ સમય $=$ $t+t_{1}+t_{2}$
$=10+10+25$
$=45 s$
સમાન અવધિ $R$ ધરાવતા બે પ્રક્ષિપ્તકોણે પદાર્થને ફેંકતા ઉડ્ડયન સમય અનુક્રમે $t_1$ અને $t_2$ મળે છે.તો નીચેનામાથી શું સાચું છે?
એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા $12 \;cm$ છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એકધારી ગતિ કરે છે અને $100$ સેકન્ડમાં $7$ પરિભ્રમણ પૂરાં કરે છે. $(a)$ જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે ? $(b)$ શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે ? તેનું માન કેટલું હશે ? :
એક પદાર્થને $25 \,m/s$ ના વેગથી પ્રક્ષિપ્ત કરતા તે $2\, sec$ પછી $ 5\,m$ ઊંચાઇ ધરાવતી દિવાલને પસાર કરે છે,તો પ્રક્ષિપ્ત કોણ ...... $^o$ હશે. $(g = 10m/{\sec ^2})$
$70\,m$ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી $50\,m/s$ ના વેગથી $30^o$ ના પ્રક્ષિપ્તકોણે ફેંકેલો પદાર્થ ........ $(\sec)$ સમયમાં જમીન પર આવશે.
બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે $30^o$ ના કોણે છોડેલી ગોળી જમીનને $3.0\, km$ દૂર અથડાય છે. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે $5.0\, km$ દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ ? ગણતરી કરીને જણાવો. હવાનો અવરોધ અવગણો.