એક ભારે બોક્સ ને ખરબચડી સમક્ષિતિજ સપાટી પર ખસેડવા માટે વ્યક્તિ $A$ તેને સમક્ષિતિજથી $30^o$ ના ખૂણે ધકેલે છે અને તેના માટે જરૂરી ન્યુનત્તમ બળ $F_A$ છે, જ્યારે વ્યક્તિ $B$ બોક્સ ને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે ખેંચે છે અને તેના માટે તેને ન્યુનત્તમ બળ $F_B$ ની જરૂર પડે છે. તો બોક્સ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\frac{{\sqrt 3 }}{5}$ છે તો ગુણોત્તર $\frac{{{F_A}}}{{{F_B}}}$ કેટલો થશે?

  • [JEE MAIN 2014]
  • A

    $\sqrt 3 $

  • B

    $\frac{5}{{\sqrt 3 }}$

  • C

    $\sqrt {\frac{3}{2}} $

  • D

    $\frac{2}{{\sqrt 3 }}$

Similar Questions

ઘર્ષણ બળ ને લીધે $7.35\, ms^{-2}$ નો પ્રતિપ્રવેગ $400\, kg$ ની કારને રસ્તા પર ઊભી રાખે છે. તો કાર ના ટાયર અને રસ્તા વચ્ચે ની ઘર્ષણાંક કેટલો હશે?

જો ઘર્ષણાંકનું મૂલ્ય $\sqrt 3$ હોય, તો સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનો ખૂણો કેટલો ?

અપેક્ષિત સાપેક્ષ ગતિ કયા પ્રકારના ઘર્ષણબળ વડે અવરોધાય છે?

એક ઢોળાવવાળા સમતલને એવી રીતે વાળવામાં આવે છે કે જેથી ઉર્ધ્વ આડછેદ $y=\frac{x^{2}}{4}$ થી આપી શકાય, જ્યાં , $y$ એ ઉર્ધ્વ દિશા અને $x$ સમક્ષિતિજ દિશા છે. જે આ વક્ર સમતલની ઉપરની સપાટી $\mu=0.5$ જેટલા ઘર્ષણાંક સાથે ખરબચડી હોય તો એક સ્થિર બ્લોક (ચોસલું) નીચે સરકે નહીં તે મહત્તમ ઊંચાઈ ...........$cm$ હશે

  • [JEE MAIN 2021]

$m$ દળના પદાર્થને એક સમક્ષિતિજ સપાટી (ઘર્ષણાંક $=\mu$ ) પર મૂકેલો છે. પદાર્થ પર સમક્ષિતિજ બળ લગાવવામાં આવે છે, પરંતુ પદાર્થ ખસતો નથી. પદાર્થ પર લાગતા લંબ બળ અને ઘર્ષણબળનું પરિણામી બળ $F$ વડે આપવામાં આવે, જ્યાં $F$ કેટલો હશે?

  • [NEET 2019]