પૃથ્વીની સપાટીથી $5R$ ઊંચાઇ પર ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે, $R$ પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીની સપાટીથી $2R$ ઊંચાઇ પર રહેલા બીજા ઉપગ્રહનો આવર્તકાળ કલાકમાં કેટલો થાય?

  • [AIPMT 2012]
  • A

    $5$ કલાક

  • B

    $10$ કલાક

  • C

    $6\sqrt 2$ કલાક

  • D

    $10\sqrt 2$ કલાક

Similar Questions

જો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા અત્યારની ત્રિજ્યા કરતાં $\frac{1}{4} $ ગણી થાય તો $1$ વર્ષ કેટલું થાય ?

સૂર્યની ફરતે ભ્રમણ કરતાં ગ્રહ માટે નીચેના માથી ક્યો ગ્રાફ સાચો છે ?

કોઈ એક ગ્રહ $P$ ની સપાટીથી $11R$ ઊંચાઈએ રહેલા ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ $24\, hours$ છે. તો આ ગ્રહ $P$ ની સપાટીથી $2R$ ઊંચાઈએ રહેલા ઉપગ્રહનો આવર્તકાળ ($hours$) કેટલો હશે?

  • [JEE MAIN 2021]

ભારતના મંગળયાનને મંગળ પર મોકલવા માટે સૂર્યની ફરતે ફરતી $EOM$ કક્ષામાં દાખલ કરવામાં આવે છે.જે પૃથ્વી પરથી $E$ બિંદુથી નીકળે છે અને $M$ બિંદુ આગળ મંગળને મળે છે.જો પૃથ્વીની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ $a_e = 1.5 \times 10^{11}\, m$, અને મંગળની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ $a_m= 2.28 \times 10^{11}\, m$ છે. કેપલરના નિયમનો ઉપયોગ કરીને મંગળયાનને પૃથ્વી પરથી મંગળ પર પહોચવા  ........ $(days)$ સમય લાગશે.

  • [JEE MAIN 2014]

પૃથ્વીની કક્ષા $0.0167$ ઉત્કેન્દ્રતા સાથેનો ઉપવલય છે તેથી પૃથ્વીથી સૂર્યની આસપાસની ગતિ માટે અંતર દિવસે દિવસે બદલાય છે. તેનો અર્થ એ થાય કે વર્ષ દરમિયાન સોલાર દિવસની લંબાઈ સમાન રહેતી નથી. પૃથ્વીની સ્પિન અક્ષ તેની કક્ષીય ગતિને લંબ છે તેમ ધારીને ટૂંકામાં ટૂંકા અને લાંબામાં લાંબા દિવસોની લંબાઈ શોધો. દિવસ એક બપોરથી બીજા બપોર વચ્ચેનો સમય ગાળો લેવો. વર્ષ દરમિયાન દિવસની લંબાઈમાં થતો આ ફેરફાર સમજાવી શકાય ?