$2$ દળના એક બ્લોકને શિરોલંબ ખરબચડી દીવાલ સાથે આંગળી વડે દબાવીને રાખેલો છે. જો બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ અને ગુરુત્વપ્રવેગ $g$ હોય તો દીવાલ સાથે બ્લોકને પકડી રાખવા આંગળી વડે લગાડવું પડતું લઘુતમ બળ શોધો.
ધારો કે આંગળીથી બ્લોક પર લગાડેલ બળ $F$ છે.
હવે, બ્લોક પર દીવાલ લંબપ્રત્યાઘાતી બળ $N$ છે.
તેથી સમતોલન માટે $W = mg$
બ્લૉકનું વજન બળ અધોદિશામાં, ધર્ષણબળ $f$
ઉર્વ્વદિશામાં અને લંબપ્રત્યાઘાતી બળ $N$
દીવાલને લંબરૂપે છે.
બ્લૉકના સમતોલન માટે
$f= W$
$\therefore f= Mg$અને $F = N$
$\mu N= Mg$
$\mu F= Mg (\because F = N )$
$\therefore F=\frac{ Mg }{\mu}$
$1\, kg$ દળનો બ્લોક $\frac{1}{\sqrt{3}}$ સ્થિત ઘર્ષણાંક ધરાવતી સપાટી પર છે. બ્લોક પર $F\, N$ જેટલું લઘુતમ બળ લગાવતા તે ખસે છે. તો તો $F$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [$g =10 \,ms ^{-2}$ ]
ખરબચડી સમક્ષિતિજ સપાટી પર $10\,kg$ ના પડેલા લાકડાના બ્લોકને ખેંચવા માટે $49\, N$ બળની જરૂર પડે છે, તો ઘર્ષણાંક અને ઘર્ષણનો કોણ શોધો.
જ્યારે પદાર્થ સમક્ષિતિજ સાથે $45^o$ નો ખૂણો બનાવતા લીસા ઢાળ પરથી સ્થિર સ્થિતિમાંથી સરકીને નીચે આવે ત્યારે લાગતો સમય $T$ છે. હવે તે જ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી તેટલા ખૂણાવાળા ખરબચડા ઢાળ પરથી સમાન અંતરે આવતાં લાગતો સમય $pT$ હોય તો (જ્યાં $p > 1$ ) પદાર્થ અને ખરબચડા ઢાળની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક શોધો.
વાહનના પૈડાના ટાયર સ્ટિલના બદલે રબરના શાથી પસંદ કરવામાં આવે છે ?
બરફ પર ચાલતી વખતે લસરી જતું અટકાવવા નાના પગલાં ભરવા જોઈએ કેમકે