$5\, kg$ ના બ્લોક ને, $(i)$ કિસ્સા $(A)$ મુજબ ધકેલવામાં અને $(ii)$ કિસ્સા $(B)$ મુજબ ખેચવામાં આવે છે,જ્યાં બળ $F = 20\, N$,સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપવામાં આવે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.2$ છે. કિસ્સા $(B)$ અને કિસ્સા $(A)$ ના પ્રવેગનો તફાવત ........ $ms^{-2}$ મળશે. $(g = 10\, ms^{-2})$
$0.4$
$3.2$
$0$
$0.8$
અપેક્ષિત સાપેક્ષ ગતિ કયા પ્રકારના ઘર્ષણબળ વડે અવરોધાય છે?
બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય તો બ્લોક અને સપાટી વચ્ચે કેટલું ઘર્ષણ બળ લાગતું હશે?
ખરબચડી ઢળતી સપાટી પર એક લંબચોરસ બોક્સ પડેલું છે. બોક્સ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ છે. બોક્સનું દળ $m$ લો, તો
$(a)$ સમક્ષિતિજ સાથેના ઢાળના ક્યા ખૂણે $(\theta )$ બોક્સ સપાટી પર નીચે તરફ સરકવાનું શરૂ કરશે.
$(b)$ જો ઢાળની સપાટીનો કોણ વધારીને $\alpha > \theta $ કરીએ તો બોક્સ પર નીચે તરફ લાગતું બળ કેટલું ?
$(c)$ બોક્સ સ્થિર રહે અથવા ઉપર તરફ નિયમિત ઝડપથી ગતિ શરૂ કરે તે માટે ઢાળની સપાટી ને સમાંતર ઉપર તરફ લગાડવું પડતું જરૂરી બળ કેટલું હશે ?
$(d)$ બોક્સને $a$ જેટલા પ્રવેગથી ઢાળ પર ઉપર તરફ ગતિ કરાવવા કેટલું બળ જરૂરી હશે ?
$5 \,kg$ દળના બ્લોક પર $4\, kg$ દળનું બાળક છે બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. બાળક દોરડા પર કેટલું મહતમ બળ ($N$ માં) લગાવી શકે કે જેથી બ્લોક ખસે નહીં? [$g=10 \,ms ^{-2}$ ]
વાહનના પૈડાના ટાયર સ્ટિલના બદલે રબરના શાથી પસંદ કરવામાં આવે છે ?