વિદ્યુતસ્થિતિમાન $V = 4x^2\ volt.$ છે.તો $(1m, 0, 2m)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
$8 ,-X\ -axis$
$8 ,+ X\ -axis$
$16 ,-X\ -axis$
$16 ,+Z\ -axis$
$C$ કેપેસિટન્સ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડી અને $V$ સ્થિતિમાન તફાવત વિદ્યુતભારિત કરવામાં આવે છે. $2C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને બીજી એક બેટરી સાથે જોડી $2V$ સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે, ચર્જિંગ બેટરીઓને દૂર કરી અને કેપેસિટરોને એકબીજા સાથે સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી, એક ધન છેડો એકના ઋણ છેડા સાથે જોડેલો હોય અને આ ઋણ છેડો બીજાના ઋણ છેડા સાથે જોડેલો હોય, તો આ સંરચનાને અંતિમ ઉર્જા શોધો.
ત્રણ વિદ્યુતભાર $4q$, $Q$ અને $q$ અનુક્રમે $0$, $l/2$ અને $l$ પર સુરેખ રેખા પર મૂકેલા છે.$q$ પર લાગતું બળ શૂન્ય કરવા માટે $Q$ =________
જ્યારે બે વિરૂદ્ધ અને સમાન વિદ્યુતભારો $4 \times 10^{-8}\ C$ ને ડાઈપોલથી $2 \times 10^{-2}\ cm$ દૂર મૂકવામાં આવેલ છે. જો ડાઈપોલને બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં $4 \times 10^8\ N/C$ મૂકવામાં આવે તો મહત્તમ ટોર્કનું મૂલ્ય અને તેને $180$ ભ્રમણ કરવા માટે થતું કાર્ય ...... હશે.
$r$ અને $R$ $( R > r ) $ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રિય ગોળીય કવચ પર $Q$ વિજભાર વિતરિત થયેલ છે. જો બંને ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો બંનેના સમાન કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?
બે સમાંતર પ્લેટ કેપેસિટર જેઓની કેપેસિટી અનુક્રમે $C$ અને $2\, C$ છે. તેઓને સમાંતરમાં જોડેલા છે. આ કેપેસિટરોને $V$ સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે, જો બેટરીને દૂર કરી અને $C$ કેપેસિટન્સ વાળા કેપેસિટરની પ્લેટો વચ્ચે $K$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક વાળા ડાય-ઈલેકટ્રીકને ભરવામાં આવે તો દરેક કેપેસિટર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત શોધો.