સરેરાશ પ્રવેગ અને તત્કાલિન પ્રવેગ ક્યારે સમાન મળે ?
$x$-અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલ કણોની સ્થિતિ $x=\left(-2 t^3\right.$ $\left.+3 t^2+5\right) \,m$ દ્વારા આપવામાં આવે છે. જે ક્ષણે કણનો વેગ શૂન્ય બને છે ત્યારે કણનો પ્રવેગ ........... $m / s ^2$ થાય?
પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેના વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે ?
કોઈપણ સમયે, કણના $x$ અને $y$ યામ અનુક્રમે $x=5t-2t^{2}$ અને $y=10t$ છે, જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. $t =2\,s$ પર કણનો પ્રવેગ ($m/sec^2$ માં) કેટલો હશે?
$t = 0$ સમયે એક કણ ઊગમબિંદુ પાસેથી $5.0 \hat{ i }\; m / s$ ના વેગથી ગતિ શરૂ કરે છે. $x-y$ સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે $(3.0 \hat{ i }+2.0 \hat{ j })\; m / s ^{2} $ નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. $(a)$ જ્યારે કણનો $x$ -યામ $84 \;m$ હોય ત્યારે $y$ -યામ કેટલો હશે ? $(b)$ તે સમયે કણની ઝડપ કેટલી હશે ?