પોલા નળાકારની બાહ્ય અને આંતરીક ત્રિજ્યાઓ અનુક્રમે $(4.23 \pm 0.01)cm$ અને $(3.89 \pm 0.01) cm$ છે. નળાકારની દિવાલની જાડાઈ શું હશે ?
$(0.34 \pm 0.02) cm$
$(0.17 \pm 0.02) cm$
$(0.17 \pm 0.01) cm$
$(0.34 \pm 0.01) cm$
સાદા લોલકથી ગુરુત્વાકર્ષી પ્રવેગ $(g)$ માપવાના એક પ્રયોગમાં $1$ સેકન્ડ વિભેદન (રીઝોલ્યુશન) ધરાવતી ધડીયાળ વડે $100$ દોલનોનાં મપાયેલા સમયથી મળતો આવર્તકાળ $0.5$ સેકન્ડ છે. જો $1\,mm$ ચોક્કસાઈથી મપાયેલ લંબાઈ $10\,cm$ છે. $g$ ના માપનમાં મળતી ચોકકસાઈ $x \%$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
ગોળાની ત્રિજ્યાના માપનમાં $0.2\%$ જેટલી ત્રુટિ હોય, તો તેના કદમાં ત્રુટિ ........ $\%$ હશે .
ભૌતિક રાશિ $A\, = \,\frac{{{P^3}{Q^2}}}{{\sqrt {R}\,S }}$ ના માપન માં રાશિઓ $P, Q, R$ અને $S$ માં રહેલી ટકાવાર ત્રુટિઓ અનુક્રમે $0.5\%,\,1\%,\,3\%$ અને $1 .5\%$ છે. $A$ ના મૂલ્યમાં રહેલી મહત્તમ ટકાવાર ત્રુટિ ........... $\%$ થશે
નીચેનાં વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :
$(a)$ કોઈ રાશિને એકમ હોઈ શકે તેમ છતાં પરિમાણરહિત હોય છે.
$(b)$ આઘાત અને ઊર્જા પ્રચલનના એકમ સમાન હોય.
$(c)$ માપન કરતાં સાધનની લઘુતમ માપશક્તિ જેટલી દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ હોય.