$+7\ \mu C$ અને $-5\ \mu C$ વિદ્યુતભાર ધરાવતા બે બોલ એકબીજાને $F$ બળ સાથે આકર્ષે છે. જો બંનેમાં $-2\ \mu C$ વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો તેમની વચ્ચેનું બળ કેટલું હશે ?

  • A

    $F$

  • B

    $F/2$

  • C

    $2F$

  • D

    શૂન્ય

Similar Questions

$l$ લંબાઇના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિધુતભારો $q_{1}, q_{2}, q_{3}$ દરેક $q$ બરાબર છે, તેવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્યકેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર $Q$ ( $q$ જેવા જ ચિત્ર સાથે ) પર લાગતું બળ કેટલું હશે ?

$(a)$ કૉપરના અલગ કરેલા બે ગોળાઓ $A$ અને $B$ નાં કેન્દ્રો વચ્ચેનું અંતર $50 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6.5 \times 10^{-7}\; C$ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે ? $A$ અને $B$ વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. $(b)$ જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે?

$ + 4q,\, - q$ અને $ + 4q$ વિદ્યુતભાર ધરાવતા બિંદુવત વિદ્યુતભારને $x - $અક્ષ પર $x = 0,\,x = a$ અને $x = 2a$ પર મૂકવામાં આવે તો ...

  • [AIPMT 1988]

એક બિદુવત વિદ્યુતભાર $q_1$ અન્ય બિદુવત વિદ્યુતભાર $q_2$ પર બળ લગાવે છે. જો ત્રીજા વિદ્યુતભાર $q_3$ ને નજીક લાવવામાં આવે, તો $q_1$ ના કારણો $q_2$ પર લાગતું બળ

બે સમાન મૂલ્યના અને વિરુધ્ઘ વિજભારોને અમુક અંતરે મુકતા તેમની વચ્ચે લાગતુ બળ $F$ છે. જો એક વિજભારના $75\%$ વિદ્યુતભાર બીજા વિદ્યુતભારને આપતા તેમની વચ્ચે લાગતુ બળ કેટલું થાય?